Breakingઆણંદગુજરાત

બ્રેકિંગ: આણંદમાં આર્થિક સંકડામણને લઇ પરિવારે સામુહિક આત્મહત્યા માતા-પુત્રના મોત, દિકરીનો બચાવ

આણંદ, તા. ૫
આણંદ શહેરમાં જીવનદીપ સોસાયટીમાં ગઈકાલે બપોરના સુમારે આર્થિક સંકડામણને લઈ મહિલાએ પોતાના પુત્ર અને પુત્રી સાથે સેલફોસની ગોળીઓ ગળી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા ત્રણેયને ત્વરીત સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માતા અને પુત્રનું રાત્રીના સુમારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે દિકરીનો બચાવ થયો હતો. પોલીસે આ બનાવ અંગે અપમૃત્યુની નોંધ કરી માતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં પી. એમ. પટેલ કોલેજ બસ સ્ટેન્ડ સામે આવેલી જીવનદીપ સોસાયટીમાં રહેતા ટીનાબેન પ્રકાશભાઈ શાહ ઉ.વ. ૩૮ ના પતિ પ્રકાશભાઈ શાહ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. પરિવાર છેલ્લા દસેક માસથી આર્થિક સંકડામણમાં આવ્યું હતું અને પૈસાની ખુબ જ તંગી પડતી હતી. અને આર્થિક સંકડામણને લઈને પરિવાર કોઈને કંઈ કહી શકતું ન હતું. જેને લઈ ગઈકાલે બપોરના બાર વાગ્યાના સુમારે ટીનાબેન પ્રકાશભાઈ શાહે પોતાના પુત્ર મીતકુમાર ઉ.વ. ૧૨ અને દિકરી તૃષ્ટી ઉ.વ. ૧૫ સાથે સેલફોસની ગોળીઓ ગળી સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેઓને ત્વરીત સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં રાત્રીના ૮-૪૫ વાગે મીતકુમાર અને ટીનાબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે તૃષ્ટીની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા આણંદ ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મીત અને ટીનાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે આણંદ ટાઉન પોેલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જાેકે આ સામુહિક આત્મહત્યાની ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે આત્મહત્યા પાછળનું કારણ પ્રાથમિક તબક્કે આર્થિક સંકડામણને કારણે સામુહિક આત્મહત્યા કરવામાં આવી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. જાેકે આ અંગે તપાસ ચાલી રહી છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button