નવી દિલ્હી

ખાસ કેસોમાં ગર્ભપાતની મહત્ત્‌મ મર્યાદા ૨૪ સપ્તાહ કરતું બિલ પસાર

બળાત્કાર સહિતના ખાસ કેસોમાં ગર્ભપાતની મહત્ત્‌મ મર્યાદા ૨૦ સપ્તાહથી વધારી ૨૪ સપ્તાહ કરાઇ

નવી દિલ્હી, તા. ૧૭
બળાત્કાર કે વ્યભિચારથી પીડિત મહિલા, સગીર છોકરી કે વિકલાંગ યુવતી સહિતના ખાસ પ્રકારના કેસોમાં ગર્ભપાતની મહત્ત્‌મ મર્યાદા ૨૦ સપ્તાહથી વધારી ૨૪ સપ્તાહ કરવાની મંજૂરી આપતુ બિલ રાજયસભામાં પસાર કરવામાં આવ્યું હતું.
રાજયસભામાં આજે મેડિકલ ટરમિનેશન ઓફ પ્રેગનન્સી(એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૦ ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ લોકસભામાં એક વર્ષ અગાઉ જ પસાર થઇ ગયું હતું.
રાજયસભાના ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહે જણાવ્યું છે કે મેડિકલ ટરમિનેશન ઓફ પ્રેગનન્સી(એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૦ પસાર થઇ ગયુ છે. આ બિલને રાજય સભાની પસંદગી સમિતિને મોકલવાનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ બિલમાં કેટલાક સુધારા કરવાનો પ્રસ્તાવ પણ ફગાવી દેવામાં આવ્યો હતો.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને જણાવ્યું છે કે અન્ય દેશોમાં ગર્ભપાત નિયમો તથા દેશમાં નિષ્ણાતોની સાથે ચર્ચા કર્યા પછી આ અંગેના બિલમાં સુધારા કરવામાં આવ્યા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્ત્વમાં અમે મહિલાઓના નુકસાન થાય તેવું કોઇ બિલ રજૂ કરીશું નહીં.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button