આણંદ

ઉમરેઠ-ઓડ ઓવરબ્રીજ પાસે કાર અને એક્ટીવા વચ્ચે અકસ્માતમાં એકનું મોત

આણંદ, તા. ૧૯
ઉમરેઠ-ઓડ ઓવરબ્રીજ પાસે આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જતી કારના ચાલકે એક્ટીવા મોપેડને ટક્કર મારતા મોપેડ ચાલકને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હોવાનો બનાવ ઉમરેઠ પોલીસ મથકે નોંધાયો છે.
રખીયાલ ગામના રોહનભાઈ અરવિંદભાઈ ડાભી આજે સવારના સુમારે પોતાની એક્ટીવા મોપેડ લઈ ડાકોર તરફ જઈ રહ્યા હતા ત્યારે ઉમરેઠ ઓડ ઓવરબ્રીજ પાસે પુરપાટ ઝડપે જતી કારના ચાલકે એક્ટીવા મોપેડને ટક્કર મારતા ચાલક રોહનભાઈ ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. જેઓને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને ઉમરેઠ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માત સર્જી કાર મુકી ફરાર થઈ ગયેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button