નવી દિલ્હી

ત્રાસવાદીઓને ઘુસાડી દેવા માટે નાપાક હરકતો, અંકુશ રેખા પર ગોળીબાર

વર્તમાન સપ્તાહમાં જ અનેક વખત ગોળીબાર કરાયો છે

જમ્મુ,તા.૧૯
પાકિસ્તાનની નાપાક હરકત સરહદ પર જારી રહી છે. પાકિસ્તાને અંકુશ રેખા પર અવિરત ગોળીબાર કર્યો છ. જેના કારણે સરહદી વિસ્તારમાં રહેતા લોકોમાં વ્યાપક દહેશત ફેલાયેલી છે. કેટલાક લોકો તો સુરક્ષિત સ્થળે પલાયન કરી ગયા છે. પાકિસ્તાને આજે પણ સવારે અખનુર અને પુચ સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો. જેનો યોગ્ય જવાબ ભારતીય જવાનોએ આપ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા કહ્યુ છે કે ભારતીય સેનાએ જાેરદાર જવાબ આપ્યો હતો. આ ગોળીબાર સવારમાં ૬-૩૦ વાગે રોકાઇ ગયો હતો. પુચ સેક્ટરમાં પણ પાકિસ્તાની સેનાએ કોઇ ઉશ્કેરણીવગર ગોળીબાર કર્યો હતો. અખનુરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે જવાનો ઘાયલ થયા હતા. સુત્રોએ કહ્યુ છે કર પુંચ અને રાવલકોટ વચ્ચે બસ સર્વિસ ફરીથી બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાને સરહદ પર ગોળીબાર જારી રાખીને ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના પ્રયાસ કરે છે. પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં અંકુશ રેખા ખાતે અગ્રીમ ચોકીઓ અને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ બનાવીને ગઇકાલે પણ જાેરદાર ગોળીબાર કર્યો હતો. વહેલી પરોઢે ગોળીબારની શરૂઆત કરવામાં આવ્યા બાદ સવાર સુધી ગોળીબાર જારી રહ્યો હતો. સંરક્ષણ પ્રવકતાએ કહ્યુ હતુ કે મોર્ટાર શેલ અને નાના હથિયારો મારફતે પાકિસ્તાની સેનાએ ઉશ્કેરણીવગર ગોળીબાર કર્યો હતો. પ્રવકતાએ કહ્યુ છે કે ભારતીય સેનાએ જાેરદાર જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના પક્ષને કોઇ નુકસાન થયુ નથી. પાકિસ્તાને છેલ્લા એક સપ્તાહના ગાળામાં જ ૫૫ વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button