નવી દિલ્હી

રબને બનાદી જાેડી !

ત્રણ ફુટના અઝીમને મળી અઢી ફુટની મંગેતર રેહાના

 

 

Advertisement

નવી દિલ્હી તા. ૨૦
૩ ફુટની ઉંચાઇ ધરાવતો લગ્નોત્સુક અઝીમ મન્સુરી આજકાલ સોશિયલ મિડિયા પરમાં છવાઇ ગયો છે, જાે કે હવે લગ્ન કરવાની તેની મહેચ્છા પુરી થાય તેવું જણાય છે, સાહિબાબાદનાં શહીદ નગર વિસ્તારમાં રહેતી રેહાનાનાં પરિવારે તેની ફરિયાદ સાંભળી લીધી છે, તેમણે અઝીમ માટે પોતાની પુત્રીની સગાઇની વાત ચલાવી છે, રેહાનાની લંબાઇ પણ માત્ર અઢી ફુટ જ છે.
રેહાની ઉમર ૨૫ વર્ષ છે, તેના પિતાએ જણાવ્યું કે તેમણે અઝીમનો વિડિયો જાેયો, રેહાના પિતા ઇકબાલ પણ પોતાની પુત્રીનાં લગ્ન કરાવવા માંગે છે, પણ ઉંચાઇ ઓછી હોવાના કારણે તેમની પુત્રીનાં પણ લગ્ન થતા ન હતાં. જાે કે હવે તેમને અઝીમ રૂપે જમાઇ મળી ગયો છે.તેમણે પુત્રીની સગાઇનો પ્રસ્તાવ અઝીમનાં પરિવારને મોકલ્યો છે, હવે તે અઝીમનાં પરિવારજનોનાં જવાબની રાહ જાેઇ રહ્યા છે, રહેનાને પણ અઝીમ પસંદ આવ્યો છે. તેણે સિલાઇનો કોર્સ પણ કરેલો છે, અને ઘરકામમાં પણ કુશળ છે.બીજી તરફ અઝીમનાં પિતાએ પણ રેહાનાનો ફોટો મંગાવ્યો છે. હવે જાેવાનું એ છે કે તેમને રેહાના પસંદ આવે છે કે નહીં.
અત્રે ઉલ્લેખનિય છે કે શામલીનાં ૨૬ વર્ષીય અઝીમે મુખ્ય પ્રધાનથી માંડીને સ્થાનિક પોલીસ સ્ટેશનાં પીએસઆઇને પણ પોતાના લગ્ન કરાવી આપવા માટે વિનંતી કરી હતી, ત્યાર બાદથી અઝીમ સોશિયલ મિડિયા છવાઇ ગયો, અને વિવિધ સ્થળોએથી તેના લગ્નનાં માંગા આવવા લાગ્યો.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button