BreakingCoronaઆણંદગુજરાત

આણંદ-ખેડા જીલ્લામાં બેકાબુ બન્યો કોરોના વાયરસ: જાણો જીલ્લામાં કેટલા શંકાસ્પદ લોકોના થયા મોત

ખેડા જીલ્લામાં એક સપ્તાહમાં ૧૨૭, આણંદ જીલ્લામાં ૧૦૨ કોરોના પોઝીટીવ કેસ સરકારી ચોપડે નોંધાયા

  • ખેડા-આણંદ જીલ્લામાં બેકાબુ કોરોના: ખંભાતમાં શંકાસ્પદ ત્રણના મોત
  • આણંદ જીલ્લામાં ૬૫ ટકા લોકો હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે
  • ખંભાત શહેરમાં કોરોના મહા વિસ્ફોટ હોવા છતા કોવીડ હોસ્પિટલ હોસ્પિટલ નહી હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી
  • આંકલાવ તાલુકામાં બેના શંકાસ્પદ મોત શંકાસ્પદ કેસોમાં ભારે વધારો
  • ખંભાત શહેરમાં કોરોના મહા વિસ્ફોટ હોવા છતા કોવીડ હોસ્પિટલ હોસ્પિટલ નહી હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી

આણંદ, તા. ૨૩
આણંદ-ખેડા જીલ્લામાં કોરોના સંક્રમણ દિન પ્રતિ દિન વકરી રહ્યું છે. તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા આંકડા છુપાવીને સંક્રમણને વધુ તેજ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા હોય તેઓ અનુભવ સામાન્ય જનતાને થઈ રહ્યો છે. આણંદ શહેરના તમામ વોર્ડમાં કોરોના સંક્રમણના શંકાસ્પદ કેસોની સંખ્યા વધુ છે. આ ઉપરાંત ખંભાત શહેરમાં પુનઃ કોરોનાની ઝપેટમાં આવી ગયું છે પરંતુ ત્યાં હાલમાં કોવીડ ટેસ્ટ માટે કોઈ સેન્ટર નથી કે સારવાર માટે પણ કોઈ સેન્ટર ન હોવાથી ખંભાતના વાસ્તવિક પરિસ્થિતિના આંક બહાર આવતા નથી. જાેકે સતત વધી રહેલા સંક્રમણના પગલે સ્થાનિક નગરપાલિકા દ્વારા સેનેટાઈઝ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આણંદ જીલ્લામાં સાત દિવસમાં ૧૦૨ કેસ તો ખેડા જીલ્લામાં ૧૨૭ કેસ નોંધાયા છે. જે સરકારી ચોપડે બોલાય છે પરંતુ ખાનગી લેબોરેટરીના રીપોર્ટો હજુ પણ જાહેર કરવામાં આવતા નથી અને ૬૫ ટકાથી વધુ લોકો હોમ ક્વોરેન્ટાઈન હેઠળ સારવાર લઈ રહ્યા હોવાથી વાસ્તવિક પરિસ્થિતિ જાહેર થતી નથી. જાેકે આણંદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સોમવારે કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં ૭૦૦ થી વધુ મકાનો કન્ટેઈમેન્ટ જાહેર કરાયા છે તે જ બતાવે છે કે આણંદમાં પરિસ્થિતિ બેકાબુ છે. જ્યારે ખેડા જીલ્લામાં તો દિન પ્રતિ દિન કેસો વધી રહ્યા છે. નડિયાદ શહેરમાં ૨૨ થી વધુ પોઝીટીવ કેસ એક જ દિવસમાં મળ્યા છે તેની સામે હોમ ક્વોરેન્ટાઈનની સંખ્યા ઘણી વધારે છે. આમ આણંદ અને ખંભાત શહેરમાં પણ ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ જાેવા મળી રહ્યું છે. હાલમાં તો ખંભાત બેકાબુ જાેવા મળ્યું રહ્યું છે. જાેકે ખંભાતના ધારાસભ્ય મયુર રાવલે રજુઆત કરી છે અને ખંભાત શહેરમાં તાત્કાલિક કોવીડ સેન્ટર ઉભું કરવાની માંગ કરી છે.

Advertisement

આંકલાવ તાલુકામાં પણ છેલ્લા બે દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગઈકાલે સાંજે આંકલાવ ગામે કોરોનામાં એક શંકાસ્પદ મોત નીપજ્યું છે. જ્યારે આંકલાવની બાજુમાં આવેલા મુંજકુવા ગામે આજે સવારે એક વ્યક્તિનું કોરોનામાં શંકાસ્પદ મોત નીપજ્યું છે. જ્યારે ગામમાં ૧૫ થી વધુ શંકાસ્પદ કેસ હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આમ આણંદ-ખેડા જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કેસો વધી રહ્યા હોવાથી સ્થાનિક પ્રજામાં પણ ભારે ફફડાટ જાેવા મળે છે. જેના પગલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર વેકસીન મુકાવવા માટે માટે મોટી કતારો જાેવા મળી રહી છે.

ખંભાત તાલુકામાં સૌથી વધુ શિક્ષકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જ્યારે ખંભાતની એક શાળામાં તો ૪ થી ૫ બાળકો શંકાસ્પદ કોરોનાની ઝપેટમાં આવી જતા  તેઓને હોમ ક્વોરેન્ટાઈન કરવા પડ્યા છે. હાલમાં કોલેજાે બંધ રખાઈ છે ત્યારે ધો. ૬ થી ૧૧ ના વિદ્યાર્થીઓની પરીક્ષા કેમ લેવાઈ રહી છે. તે પ્રશ્ન પણ ઉઠવા પામ્યો છે. પરીક્ષા લઈને વિદ્યાર્થીઓનું ભાવિ જાેખમમાં મુકી રહ્યા છે. તારાપુર, આણંદ, ઉમરેઠ, સોજીત્રા, બોરસદ સહિતના ગામોમાં પણ કોરોના પોઝીટીવનો શંકાસ્પદ આંકડો ઘણો મોટો છે પરંતુ તે દર્શાવવામાં આવતો નથી. સરકાર દ્વારા હાલ ૬૦ વર્ષની ઉપરના વ્યક્તિઓને વેકસીન આપવામાં આવી રહી છે. જેના પગલે ૩૫૦ થી વધુ લોકો દૈનિક વેકસીન લઈ રહ્યા છે. જ્યારે આણંદ જીલ્લામાં સરેરાશ દૈનિક ૨૦૦૦ થી વધુ લોકો વેકસીન લઈ રહ્યા છે. જાેકે રેપીડ ટેસ્ટ અને એચઆરસીટી  ટેસ્ટ માન્ય રખાતા નથી. જેના કારણે સાચો આંકડો બહાર આવતો નથી. જાેકે સૌથી વધુ આણંદ, ખંભાત, નડિયાદ તાલુકામાં સંક્રમણ વધ્યું છે. જે ચિંતાનો વિષય બની ગયો છે.

Advertisement

આણંદ જિલ્લા સહીત બોરસદ પંથકમાં કોરોનાની ગંભીર સ્થિતિ જાેવા મળી રહી છે ત્યારે બોરસદ શહેરના બજારોમાં કોરોના ગાઈડ લાઈનના સરેઆમ ધજીયા ઉડાડવામાં આવી રહ્યા છે બજારોમાં ફરતા લોકો બિન્દાસ માસ્ક વગર ફરી રહ્યા છે તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવતું નથી ત્યારે પોલીસ અને પાલિકા તંત્ર પણ ચુપચાપ તમાશો જાેઈ રહ્યો છે ત્યારે લોકોની બેદરકારી અને તંત્રની લાપરવાહી કોરોના વિસ્ફોટ સર્જશે તેવી ભીતિ સેવાઈ રહી છે

ખેડા જીલ્લાના એક સપ્તાહના કેસ
તારીખ કેસ
૧૭  ૨૨
૧૮ ૨૪
૧૯  ૨૫
૨૦    ૨૩
૨૧ ૨૭
૨૨   ૩૧

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button