નવી દિલ્હી

સરકારના ઇન્કાર છતાં લોકોમાં લોકડાઉનનો ભય કોરોના વિસ્ફોટથી ગુજરાતમાં સ્થિતી વણસી

ગુજરાતમાં રેકોર્ડ બ્રેક કેસ:અમદાવાદ-સુરતમાં ફફડાટ

અમદાવાદ,તા.૨૪
ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ યથાવત રીતે જારી રહેતા સ્થિતી વણસી ગણ છે. ગુજરાતમાં સ્થિતી દિન પ્રતિદિન વધુને વધુ ગંભીર બની રહી છે ત્યારે સામાન્ય લોકોમાં સરકારના ઇન્કાર છતાં લોકડાઉનનો ભય પ્રવર્તી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો વતન જવા માટે પણ રવાના થયા હોવાના બિન સત્તાવાર હેવાલ આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોના રસીકરણની સઘન કામગીરી થઇ રહી હોવા છતાં કેસો સતતવધી રહ્યા છે. કોરોનાના ૧૭૩૦ નવા કેસ મંગળવારના દિવસે આવ્યા બાદ બુધવારના દિવસે પણ કેસોમાં વધારો જારી રહ્યો છે. ગુજરાતમાં રિક્વરી દર ફરી એકવાર ઘટી રહ્યો છે. માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થઇ રહ્યો છે. મંગળવારના દિવસે ૨.૨૫ લાખથી વધારે લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. કોરોનાના દૈનિક કેસોમાં રેકોર્ડ વધારો થઇ રહ્યો છે. એક દિવસમાં સૌથી વધારે કેસો નોંધાવવાના પહેલાના રેકોર્ડ પણ તુટી ગયા છે. વેક્સીનની પ્રક્રિયા અતિ ઝડપી બની રહી છે. તમામ વર્ગને હવે રસીકરણ હેઠળ આવરી લેવાની યોજના છે. ગુજરાતમાં સાજા થવાનો દર ૯૫.૬૦ ટકા સુધી પહોંચી ગયો છે. હાલમાં ૭૬ દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે ૮૨૪૨ દર્દી સ્ટેબલ છે. રાજ્યાં મોતનો આંકડો ૪૪૫૮ નોંધાયો છે. મંગળવારે ચાર દર્દીના મોત થયા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં બેઠકોનો દોર શરૃ થયો છે. જેમાં જુદી જુદી જવાબદારી સંબંધિત ટોપ અધિકારીઓને આપવામાં આવી ચુકી છે. કોરોનાની સ્થિતીને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. રસીકરણ હેઠળ વધુને વધુ લોકોને આવરી લેવા માટે તમામ મહાનગરપાલિકામાં રાત્રે ૯-૩૦ વાગ્યા સુધી રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોરોના રસીકરણની સતત કામગીરી ચાલી રહી છે. ગઇકાલે એક દિવસમાં ૨.૨૫ લાખ કરતા વધારલોકોને કોરોના વેક્સીન આપવામાં આવી હતી. ગુજરાતમાં સાજા થવાનો દર ફરી ઘટી રહ્યો છે. મોતનો આંકડો ફરી એકવાર વધી રહ્યો છે. જે ચિંતા ઉપજાવે છે. નવા કોરોના કેસ સપાટીપર આવ્યાબા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત તમામ મહાનગરો અને અન્ય વિસ્તારોમાં કઠોર પગલા લેવામાં આવી રહ્યા છે. મોડી રાત્રે કોર કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં જરૂરી દિશા નિર્દેશ જારી કરવામાં આવ્યા હતા. ચાર મહાનગરોમાં સચિવોને મોટી જવાબદારી સોંપવામાં આવી રહી છે. કોરોના વેક્સીન સેન્ટરોની સંખ્યા વધારી દેવામાં આવી છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ અને કોરોના ટેસ્ટિંગ પર વધારે ધ્યાન આપવામા આવ્યુ છે. .
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button