આણંદમાં બહારનાં વિડીયોને આણંદનો બતાવી ખોટી ઉસ્કેરણી અંગે એસપીને રજુઆત

આણંદ, તા. ૦૨
આણંદ શહેરમાં કોઈ અજાણી વ્યકિત દ્વારા અન્ય કોઈ શહેરમાં પોલીસ અને પ્રજા વચ્ચેનાં ધર્ષણ અને પથ્થરમારાનાં વિડીયોને આણંદ શહેરનાં પોલસન રોડ પર હોવાનો સોસ્યલ મિડીયામાં વાયરલ કરી પ્રજામાં ખોટી ઉસ્કેરણી કરવાનો પ્રયાસ કરતા જે અંગે આણંદનાં સામાજીક કાર્યકર એમ જી ગુજરાતીએ પોલીસ અધિક્ષકને મળી વિડીયો સાથે રજુઆત કરતા પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ શહેરમાં કોઈ અજાણી વ્યકિત દ્વારા અન્ય કોઈ શહેરમાં પોલીસ અને પ્રજા વચ્ચેનાં ધર્ષણ અને પથ્થરમારાનાં વિડીયોને આણંદ શહેરનાં પોલસન રોડ પરનો હોવાનો દર્સાવી સોસ્યલ મિડીયામાં વાયરલ કરતા અને પ્રજામાં પોલીસ અને નાગરીકો વચ્ચે ખોટી ઉસ્કરેણી કરવાનો પ્રયાસ કરાતા આ અંગે આણંદનાં જમીઅતે ઉલેમાએ હિંદનાં જનરલ સેક્રેટરી એમ જી ગુજરાતી, અને હાજી સિંકદરભાઈ માસ્ટરએ પોલીસ અધિક્ષક અજીત રાજીયાણને રૂબરૂમાં મળી વાયરલ થયેલો વિડીયો બતાવીને રજુઆત કરતા પોલીસ અધિક્ષક અજીત રાજયાણએ આ અંગે આણંદ ડીવીઝનનાં નાયબ પોલીસ અધિક્ષક બી ડી જાડેજાને ખોટો વિડીયો વાયરલ કરનાર શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધવાનો આદેશ આપતા આણંદ ટાઉન પોલીસ દ્વારા સોસ્યલ મિડીયામાં ખોટો વિડીયો વાયરલ કરનાર શખ્શ વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.