વોશિંગ્ટન

સેરીટોસ કોલેજના લાભાર્થે ભારતીય ગુજરાતીઓએ 42 લાખ ડોલર નું માતબર દાન એકત્ર કર્યું ,કોલેજમાં નવા 17 અભ્યાસક્રમ અને સંકુલ નિર્માણનું આયોજન

અમેરિકાના લોસ ઍન્જલિસની સેરિટોસ કોલેજ મોટી સંખ્યામાં ભારતીય અને ગુજરાતી વિધાર્થીઓ અભ્યાસ કરે છે.વિદ્યાર્થીઓની અભ્યાસ અને કૌશલ્ય વૃધ્ધિ માટે 17 નવા વિભાગો શરૂ થવાના છે અને તે માટે નવું સંકુલ પણ આકાર લઈ રહયુ છે.આ માટે અહીં વસતા ગુજરાતીઓએ દાનની સરવાણી વહાવી છે.ગુજરાતીઓએ સ્થાપેલા સેરીટોસ કોલેજ ફાઉન્ડેશન દ્વારા કોલેજના શૈક્ષણિક કાર્યક્રમો માટે 32 લાખ ડોલરનું દાન ઍકત્ર કરી આપવામાં આવ્યું છે. જ્યારે એક ગુજરાતી ડોક્ટર દંપતીઓ દ્વારા દસ લાખ ડોલરનું માતબર દાન કરાયું છે.સેરીટોઝ કોલેજ માટે કુલ 42 લાખ ડોલરનું ભંડોળ ગુજરાતીઓ દ્વારા ઍકત્ર થયું છે.

સેરિટોસ કોલેજ અમેરિકાની પ્રસિદ્ધ કોલેજો પૈકી ઍક છે.અમેરિકાના લોસ ઍન્જલિસથી વીસ માઇલ દૂર આવેલા સેરિટોસ સિટીમાં આવેલી સેરિટોસ કોલેજ અમેરિકન વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવવાની બાબતમાં 8 મી રેન્ક ધરાવે છે. સાથે અમેરિકાની 25 કમ્યુનિટી કોલેજોમાં 9 મું સ્થાન ધરાવે છે. કોલેજમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે.આ 42 લાખ ડોલરના દાનની રકમ નવા સંકુલના નિર્માણ અને વિદ્યાર્થીઓના અભ્યાસની નવી સુવિધાઓ માટે ખર્ચ થશે.

Advertisement

ભારતીય ગુજરાતીઓ દ્વારા કોલેજને મળેલા ભંડોળના ઋણ સ્વીકાર માટે તાજેતરમાં ઝૂમ એપ પર બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોલેજના પ્રેસિડન્ટ ડો. જાસ ફિરો, સિટી ઓફ સેરિટોસના મેયર નરેશ સોલંકી, કોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ પરિમલ શાહ, ફાઉન્ડેશન કમિટીના ડાયરેક્ટર તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, જૈન સોશિયલ ગૃપના પ્રેસિડેન્ટ રાજેન્દ્ર વોરા તથા ડો. જસવંત મોદીએ ભાગ લીધો હતો. સેરિટોસ સિટીના મેયર નરેશ સોલંકીએ સ્થાનિક સમાજના ઉત્કર્ષ માટે ઉદારતા દર્શાવવા બદલ તબીબ દંપતી ડો. જસવંત મોદી તથા ડો. મીરા મોદી, ડો. હર્ષદ શાહ તથા ડો. રક્ષા શાહને અભિનંદન આપ્યા હતા.સેરીટોસ કોલેજ ફાઉન્ડેશન પ્રેસિડન્ટ પરિમલ શાહ અને કમિટી ડાયરેક્ટર યોગી પટેલે ફાઉન્ડેશનની પ્રવૃતિનો ચિતાર રજૂ કર્યો હતો.આ તબક્કે ફાઉન્ડેશન પ્રમુખ પરિમલ શાહે દાતા તબીબ દંપતીઓ અને ફાઉન્ડેશનના સદકાર્યથી માત્ર જૈન ભારતીય અમેરિકનો જ નહીં, સ્થાનિક લોકો અને કોલેજો તથા શૈક્ષણિક કાર્યક્રમોને લાભ થશે.

ફાઉન્ડેશનના ડાયરેક્ટર લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે જણાવ્યું હતું કે, કોલેજના શૈક્ષણિક કાર્યક્રમો માટે 32 લાખ ડોલરથી વધુનું ભંડોળ એકત્ર થયું છે. જેનાથી હાલ અભ્યાસ કરતા અને નવા પ્રવેશનાર વિદ્યાર્થીઓને એમની કારકિર્દી અને ભવિષ્યના ઘડતરમાં ઉપકારક રહેશે.જૈન અગ્રણી રાજેન્દ્ર વોરાએ તબીબ દંપતીઓની સખાવતને બિરદાવી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button