નવી દિલ્હી

શરદ પવારની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ

પેટમાં અચાનક દુખાવો થતા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

 

 

Advertisement

મુંબઇ, તા.૩૦
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના પ્રમુખ શરદ પવારની તબિયત બગડતા તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિક એ ટ્‌વીટ કરીને આ અંગે જાણટ્ઠ કરી હતી.
એનસીપી પ્રમુખ શરદ પવારની રવિવારે મોડી રાત્રે અચાનક તબિયત બગડતા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. નવાબ મલિકે આ અંગે જાણકારી આપતા કહ્યું કે, શરદ પવારને પેટમાં અચાનક ભારે દુખાવો થયો અને એમને હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવામાં આવ્યા છે.
વરિષ્ઠ ડોકટરની દેખરેખમાં શરદ પવારની તપાસ કરવામાં આવી રહી છે.
સ્વાસ્થ્ય અંગે જાણકારી આપતા નવાબ મલિકે વધુમાં જણાવ્યું હતું કે, ડોકટરી તપાસમાં જાણવા મળ્યું છે કે શરદ પવારના ગોલ્ડબ્લેડરમાં તકલીફ છે. તેમજ હોસ્પિટલ તરફથી આપવામાં આવેલી સલાહ પછી તેમની લોહી પાતળા થવાની દવા બંધ કરી દેવામાં આવી છે. હવે ૩૧ માર્ચે તેમની એન્ડોસ્કોપી સર્જરી કરવામાં આવશે. આ સંજાેગોમાં એનસીપી પ્રમુખના દરેક કાર્યક્રમ આગામી નોટિસ સુધી રદ કરવામાં આવ્યા છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button