નવી દિલ્હી

પરમબીર સિંહની ગૃહમંત્રી અનિલ દેશમુખ સામેની અરજીની આજે સુનાવણી

નવી દીલ્હી,તા.૩૧
મહાનગરના ભૂતપૂર્વ પોલીસ વડા પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખની સામે સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની દાદ ચાહતી કરેલી જાહેર હિતની અરજીની સુનાવણી બોમ્બે હાઈ કોર્ટ આજે કરશે.
અગાઉ, પરમબીર સિંહે આક્ષેપ કર્યો હતો કે અનિલ દેશમુખે પોલીસ અધિકારી સચિન વાઝેને વિવિધ બાર અને રેસ્ટોરાં પાસેથી દર મહિને કુલ રૂપિયા ૧૦૦ કરોડ ભેગા કરવાની સૂચના આપી હતી.
પરમબીર સિંહે મુંબઈ વડી અદાલતમાં પચીસ માર્ચે સંબંધિત ફોજદારી જાહેર હિતની અરજી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે અનિલ દેશમુખે હાલમાં સસ્પેન્ડ કરાયેલા આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વાઝે સહિતના પોલીસ અધિકારીઓને વિવિધ બાર અને રેસ્ટોરાં પાસેથી દર મહિને રૂપિયા ૧૦૦ કરોડ વસૂલ કરવાની સૂચના આપી હતી.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ ખાતેના નિવાસસ્થાનની નજીકથી મળેલા વિસ્ફોટકોના સંબંધમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા સચિન વાઝેની ધરપકડ કરાઇ હતી.જાહેર હિતની આ અરજીમાં રાજ્યમાંની પોલીસ ટ્રાન્સફર અને પોસ્ટિંગમાંના ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ઉઠાવાયો છે. પરમબીર સિંહના વકીલ વિક્રમ નાનકણીએ મુખ્ય ન્યાયાધીશ દીપ્નકર દત્તા અને ન્યાયાધીશ જી. એસ. કુલકર્ણીની ખંડપીઠને આ અરજીની ઝડપથી સુનાવણી કરવા વિનંતિ કરી હતી.
વકીલે જણાવ્યું હતું કે રાજ્યના વરિષ્ઠ આઇપીએસ અધિકારીએ પ્રધાન પર મૂકેલા ગંભીર આરોપ્ની સીબીઆઇ દ્વારા તપાસ થવી જરૂરી છે. વકીલની આ દલીલ સાંભળ્યા બાદ વડી અદાલતે જાહેર હિતની આ અરજીની બુધવારે સુનાવણી કરવાનું નક્કી કર્યું હતું.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button