આણંદ

આંકલાવ-આસોદર માર્ગ પર જુગાર રમતા ૬ ઝડપાયા

આણંદ, તા. ૩
આંકલાવ-આસોદર માર્ગ પર પેટ્રોલ પંપની પાછળ જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આંકલાવ પોલીસે છાપો મારી જાહેરમાં પાનાપત્તાનો જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી તેઓની પાસેથી જુગાર રમવાના પાનાપત્તા અને ૨૦૨૫૦ રુ.ની રોકડ રકમ કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી વિગતો અનુસાર આંકલાવ-આસોદર માર્ગ પર પેટ્રોલ પંપની પાછળ જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે આંકલાવ પોલીસે છાપો મારી જાહેરમાં પાનાપત્તાનો જુગાર રમતા રમેશભાઈ છગનભાઈ પઢીયાર, રામાભાઈ છગનભાઈ પઢીયાર, રજનીભાઈ ગોવિંદભાઈ પટેલ, ગોવિંદભાઈ મણીભાઈ પટેલ, મહેશભાઈ રાવજીભાઈ પઢીયાર, સંદીપભાઈ કનુભાઈ પઢીયાર તમામ રહે. આંકલાવને રંગેહાથ ઝડપી પાડી તેઓની પાસેથી જુગાર રમવાના પાનાપત્તા અને ૨૦૨૫૦ રુ.ની રોકડ રકમ કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button