નવી દિલ્હી

કોવિડના નિયમોના પાલનના નામે ચાર મહાનગરોમાં લોકો પાસેથી ૨.૬૬ લાખનો દંડ વસુલાયો

ડીજીપી આશિષ ભાટિયાએ કોરોના નિયમોના પાલન કરાવવા માટે તંત્રને ઝુંબેશ શરુ કરવાના આદેશ આપ્યા હતા

 

નવી દીલ્હી,તા.૮
ગુજરાતમાં કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સાવચેતી રુપે નાગરિકોને કોરોના નિયમોનું કરવા અપીલ કરી રહી છે. નિયમોનું ચોક્કસ પણ પાલન થાય એ માટે પોલીસ પ્રશાસનને પણ દોડતું કર્યું છે. પરંતુ રાજ્યમાં નાગરિકો કોરોના નિયમોનું પાલન નથી કરતા એનો ખુલાસો, રાજ્ય પોલીસ દ્વારા કોરોના નિયમોના ભંગ બદલ વસૂલવામાં આવેલા દંડની રકમ કરે છે. વિતેલા ચાર જ દિવસમાં ગુજરાત પોલીસે માસ્ક ન પહેરનારા અને જાહેર સ્થળો પર થૂંકવા બદલ લોકો પાસેથી ૨.૬૬ કરોડ રુપિયા દંડ પેટે વસૂલ્યા છે.
એક અધિકારીના જણાવ્યા મુજબ આ દંડ બેથી પાંચ એપ્રિલની વચ્ચે વસૂલવામાં આવ્યો હતો. ગુજરાતમાં માસ્ક ન પહેરનારા પર ૧૦૦૦ રુપિયાનો દંડ લાગે છે.
રાજ્ય પોલીસે હાલમાં જાહેર કરેલા અહેવાલ મુજબ ગુજરાતમાં કોવિડ-૧૯ નિયમોના ભંગ માટે ૨થી ૫ એપ્રિલ સુધીમાં દર દિવસે આશરે ૬૬૦૦ લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે માસ્ક ન પહેરનારા કે જાહેર સ્થળો પર થૂંકવા પર ૨૬,૭૬૧ લોકો પાસેથી ચાર દિવસમાં ૨.૬૬ કરોડ રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ દરમિયાન કોરોના ગાઇડલાઇનનું પાલન ન કરવા સામે લોકો પર ૧૮૮ હેઠળ ૧૩૦૦ ફરિયાદો નોંધવામાં આવી હતી.
રાજ્ય પોલીસ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ચાર દિવસમાં ઓછામાં ઓછા ૨૪૧૦ લોકોની કોરોના સંબંધિત નિયમો અને દિશા-નિર્દેશના ભંગ કરવા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે રાજ્યના પ્રભાવિત ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્‌યુના ભંગ બદલ ૨૩૭૩ વાહનો જપ્ત કરવામા આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કોરોના લહેરનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ વડા આશિષ ભાટિયાએ પોલીસ પ્રશાસનને કોરોના નિયમોના કડક પાલન કરાવવા માટે ઝુંબેશ શરુ કરવાના આદેશ આપ્યા હતા. જે હેઠળ રાજ્યભરમાં કોરોના નિયમો કે કર્ફ્‌યુનો ભંગ કરનારા વિરુદ્ધ દંડ અને કાર્યવાહીની જાેગવાઇ કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button