ટૉપ ન્યૂઝઆણંદકોરોનાગુજરાતલોકડાઉન

આણંદમાં આવતીકાલથી બપોરે 4 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લોકડાઉન

આણંદ, તા. ૮
આણંદ શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને નગરપાલિકા દ્વારા તા. ૯-૪-૨૦૨૧ થી તા. ૩૦-૪-૨૦૨૧ દરમિયાન બપોરે ૪ થી સવારે ૬ વાગ્યા દરમિયાન લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે.
આણંદ શહેરમાં દિન પ્રતિ દિન કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને આણંદ શહેરમાં રાત્રીના ૮ થી સવારના ૬ દરમિયાન કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આણંદ શહેરમાં પણ કોરોનાના નિયંત્રણ માટે સાંસદ મિતેશભાઈ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર નગરપાલિકાના પ્રમુખ રુપલબેન વનીસકુમાર પટેલ દ્વારા નગરપાલિકાના કાઉન્સીલરો અને ચીફ ઓફિસર સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ તા. ૯-૪-૨૦૨૧ થી ૩૦-૪-૨૦૨૧ સુધી બપોરના ૪ થી સવારના ૬ દરમિયાન લોકડાઉન આપવામાં આવેલ છે. આ દરમિયાન શહેરમાં કાપડની દુકાનો, સ્ટેશનરી, કટલરી સ્ટોર, હોટલો, ખાણીપીણીની લારીઓ, ચ્હાની હાટડીઓ, અનાજ કરીયાણાની દુકાનો, ઓફિસો, જીમ તથા ભીડભાડવાળી તમામ જગ્યાઓ અને ઓફિસો બંધ રાખવાની રહેશે. તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ માટે પાલિકા પ્રમુખ રુપલબેન પટેલ દ્વારા તમામ વેપારીઓ એસોસિયેશનના લોકડાઉનમાં સહકાર આપવા તેમજ ઘરની બહાર નીકળતા સમયે માસ્ક અવશ્ય પહેરવું, બે ગજ સામાજીક અંતર જાળવવું અને સેનેટાઈઝર – સાબુનો વારંવાર ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button