BreakingCoronaઆણંદ

કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં કોવીડ પોઝીટીવ દર્દીને ડીસ્ચાર્જ કરાતા હોબાળો

આણંદ, તા. ૧૦
કરમસદની હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોવીડ પોઝીટીવ વૃદ્ધ મહિલાને નેગેટીવ રીપોર્ટ નહી આવવા છતા હોસ્પિટલમાંથી બળજબરીપુર્વક ડીસ્ચાર્જ કરી દેવામાં આવતા દર્દીના સગાઓએ ભારે હોબાળો કર્યો હતો. જ્યારે હોસ્પિટલના સત્તાધિશોએ દર્દીને સરકારની ગાઈડ લાઈન અનુસાર ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
સોજીત્રાના ચંદ્રિકાબેનને કોરોના પોઝીટીવ આવતા કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને તેઓને છેલ્લા ચૌદ દીવસથી આઈસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી હતી. પરંતુ આજે હોસ્પિટલના તબીબે ચંદ્રીકાબેનનો રીપોર્ટ નેગેટીવ નહી આવ્યો હોવા છતાં અને હાલમાં તેઓ કોરોના પોઝીટીવ હોવા છતાં તેઓને હોસ્પિટલમાંથી બળજબરીપુર્વક ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. જેને લઈને ચંદ્રીકાબેનના પુત્ર રાજેશભાઈએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. અને તેઓએ જણાવ્યું હતું કે તેમની માતા ચંદ્રીકાબેન હાલમાં પણ કોરોના પોઝીટીવ છે અને તેમ છતાં હોસ્પિટલના સત્તાધિશો દ્વારા તેઓને ડીસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે. જેથી જ્યાં સુધી કોરોના નેગેટીવ આવે નહી ત્યાં સુધી હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ નહી આપવા અને સારવાર ચાલુ રાખવા જણાવવા છતાં હોસ્પિટલના સત્તાધીશો કંઈ પણ સાંભળ્યા વિના તેઓને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરી રહ્યા છે. ગઈકાલે તેઓની માતાનો શ્વેતકણનો રીપોર્ટ ૭૬૦૦ હતો અને ડોક્ટરને પુછતા તેઓએ જણાવ્યું હતું કે એક દિવસમાં ઘટીને ૫૦૦ ન થાય તો પછી આજે એક જ દિવસમાં ઘટીને શ્વેતકણ ૩૫૦ કેવી રીતે થઈ ગયા તેવો સવાલ કર્યો હતો. તેમજ હોસ્પિટલમાં તેમની માતાની તબીયતનો રીપોર્ટ પુછવા માટે ફોન કરવામાં આવે તો સ્ટાફ દ્વારા ફોન રીસીવ કરવામાં આવતો નથી. તેમજ રુબરુમાં આવો તો જ તબીબ સાથે વાતચીત થઈ શકે છે.
જ્યારે આ અંગે હોસ્પિટલના મીડીયા પ્રવકતા હેતલબેન દવેએ જણાવ્યું હતું કે દર્દીને દસ દિવસથી વધુ સમય સુધી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે અને હાલમાં તેઓની સ્થિત સ્ટેબલ છે. જેથી દર્દીને હવે મેડીકલ ટ્રીટમેન્ટની જરુર જણાતી નથી. જેથી તેઓને તબીબો દ્વારા ઘરે હોમ ક્વોરેન્ટાઈન કરી રાખવા માટે જણાવવામાં આવ્યું છે અને સરકારની ગાઈડ લાઈન છે કે દર્દીની સ્થિતિ સુધારા હોય અને દસ દિવસથી વધુ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હોય તેવા દર્દીઓને હોમ ક્વોરેન્ટાઈન કરી શકાય છે. જેથી દર્દીને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરી હોમ ક્વોરેન્ટાઈન કરી ઘરે જરુરી ટ્રીટમેન્ટ કરવા તેમને પરિવારને સમજાવવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button