
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 6 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6021 નવા કેસ નોંધાયા છે અને 2854 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 31 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ ગઈકાલનો કુલ આંકડો 3346 થી વધી 3379 સુધી પહોંચ્યો છે.જેમાંથી 3119 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. કોરોનાથી અત્યાર સુધીમાં 17 દર્દીઓના મોત થયા છે. જોકે વેક્સિનેશનની કામગીરી પણ આણંદ જિલ્લામાં થઈ રહી છે.ટેસ્ટિંગ કામગીરી ધીમી જણાઈ રહી છે.
Advertisement
Advertisement
Advertisement