
કોવિડ પહેલાના સ્તર પર લાવવા માટેના પ્રયાસ ટ્રેન સેવા સામાન્ય બનવા તરફ
નવી દિલ્હી,તા. ૧૬
કોરોના સંકટ વચ્ચે ટ્રેન સેવાને સામાન્ય બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ટ્કેન સેવાને કોવિડ પહેલાના સ્તર પર લાવવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. રેલવે આગામી બે સપ્તાહ સુધી વધારાની ૧૩૩ ટ્રેનો દોડાવવા માટેની તૈયારીમાં છે. ૮૮ ગ્રીષ્મકાલીન ટ્રેનો અને ૪૫ તહેવાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રેલવે દ્વારા કોરોનાની સ્થિતી વણસી રહી છે. મોટા શહેરોથી પોતાના ગૃહનગર જવા માટે પ્રવાસી શ્રમિકોની સંખ્યાને ધ્યાનમાં લઇને ટ્રેનો સંખ્યા વધારી દેવામાં આવી છે. અધિકારી આંકડા પ્રમાણે મોટા પ્રમાણમાં ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. બુધવારના દિવસ સુધી રેલવે દ્વારા સાપ્તાહિક સહિત ૯૬૨૨ ટ્રેનોને લીલીઝંડી આપી દીધી હતી. રેલવે દ્વારા હાલમાં ૫૩૮૭ ઉપનગરીય ટ્રેનો ચલાવે છે. જે કોવિડ પૂર્વની સ્થિતી કરતા ૯૨ ટકાની આસપાસ છે. જેમાં મધ્ય રેલવે દ્વારા મોટા ભાગની ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. હાલમાં દેશમાં ૮૨ ટકા મેઇલ એક્સપ્રેસ અને ૨૫ ટકા લોકલ ટ્રેનો ચાલી રહી છે. ગૌરખપુર, પટણા, દરભંગા, વારાણસી, ગુવાહાટી , બરૌની , પ્રયાગરાજ , બોકારો , રાંચી તેમજ લખનૌ જતા ઇચ્છુક લોકોની માંગને ધ્યાનમાં લઇને વધારે ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. કોરોના વાયરસના કારણે હાલત બેકાબુ છે.ટ્રેન સેવા સામાન્ય બની રહી છે પરંતુ લોકોને હજુ સાવધાની રાખવાની જરૂર દેખાઇ રહી છે. દેશભરમાં હાલમાં કોરોનાની બીજી લહેરના કારણે હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે. આવી સ્થિતીમાં સામાન્ય પગલા લેવામાં આવી છે. રેલવે બે સપ્તાહ સુધી વધુ સંખ્યામાં ટ્રેનો ચલાવવા માટે તૈયાર છે.