BreakingCoronaઆણંદગુજરાતનડીયાદ

ખેડા જિલ્લાની નેતાગીરીને દાદ આપવી પડે: ઝડપી ટેસ્ટિંગ માટે RT-PCR લેબ સરકાર પાસે મંજુર કરાવી

આણંદના નેતાઓ ક્યારે આવા કપરા સમયમાં પ્રજા સાથે રહેશે, જિલ્લામાં RT-PCR સરકારી લેબ નથી

  • ધારાસભ્ય પંકજ દેસાઈની રજુઆત કર્યાના 24 કલાકમાં નડિયાદમાં કોરોના ટેસ્ટ માટે આર.ટી.પી.સી.આર ટેસ્ટ માટેની લેબોરેટરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો

ખેડા જિલ્લામાં વધતા જતા કોરોનાના કારણે નડીયાદ ખાતે કોરોના ટેસ્ટ માટે આર.ટી.પી.સી.આર ટેસ્ટ માટેની લેબોરેટરી શરુ કરવાના પ્રયત્નો રાજ્ય સરકારે હાથ ધર્યા હોવાનુ નડીઆદના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યુ હતુ. આ પરિસ્થિતિમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા થોડા દિવસથી ટેસ્ટીંગમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે ટેસ્ટીંગ માટેની લેબ ઉભી કરવા માટે તેમજ આ સ્થિતિને નિવારવા અંગે વિધાનસભાના મુખ્યદંડક અને નડીઆદના ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ દ્વારા નડીયાદ ખાતે કોરોનાના આર.ટી.પી.સી.આર.ની લેબોરેટરી કાર્યરત થાય તેવા પ્રયત્નો હાથ ધરી તેમણે આ અંગે રાજ્ય સરકારને રજુઆત કરી હતી. જેના અનુસંધાનમાં રાજય સરકારે નડીઆદ શહેરમાં લેબ કાર્યરત કરવાની મંજુરી આપી દિધી છે. વિધાનસભાના મુખ્યદંડક અને નડીઆદના ધારાસભ્ય પંકજભાઇ દેસાઇએ આ સંદર્ભે રાજ્ય સરકારની મંજુરી મળતા નડીઆદમાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટની લેબ શરુ કરવાની પ્રક્રીયા હાલ પુરજોશમાં શરુ થઇ છે. આગામી દસેક દિવસમાં જ શહેરમાં લેબ કાર્યરત થઇ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
મહત્વનું છે કે નડિયાદમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા રાજુયાત કર્યાના 24 કલાકમાં સરકાર દ્વારા RT-PCR લેબની મંજૂરી આપી દેવામાં આવતી છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે આણંદ જિલ્લામાં કોરોના વાયર્સનું સંક્રમણ તેજ ગતિએ વધી રહ્યું તેમ છતાં સરકારી RT-PCR લેબ ના હોવા છતાં આણંદના નેતાઓ કુંભ નિદ્રામાં સુઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે

આના અનુસંધાને જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલએ નડિયાદ સ્થિત સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઇ કોવિડ-૧૯ની કામગીરીની સમીક્ષા કરી હતી. તેઓશ્રીએ સિવિલ હોસ્પિટલમાં મંજૂર થયેલ આરટીપીસીઆર લેબોરેટરીના સ્થળ અને દર્દીઓને આપવામાં આવનાર સેવાઓની જાત તપાસ કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. તેઓશ્રીએ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ દ્વારા ફાળવવામાં આવતા રેડેસિવીર ઇન્જેશનના જથ્થાની પણ જાત તપાસણી કરી હતી અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. કલેકટરશ્રી આઇ.કે.પટેલએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરકારક કામગીરી હાથ ધરી જિલ્લામાં રેમડેસીવીર ઇંજેક્શન તેમજ ઓક્સિજનના જથ્થાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ કોવિડ-૧૯ના રાજય અને કેન્દ્ર સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરી સહકાર આપવા આપવા સૌને અપીલ કરી હતી. સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરતા નેતાઓ અત્યારે આવા કપરા સમયમાં ખરેખર જનતાની પડખે ઉભો રહેવાનો સમય છે ત્યારે ઘરમાં રહી સબ સલામતના બણગા ફૂંકે છે. કોંગ્રેસના નેતાઓ પણ હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ સબળ વિરોધપક્ષની ભૂમિકા ભજવવામાં ક્યાંક પાછા પડ્યા હોય કેમ દેખાઈ રહ્યું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button