આણંદ

ચૈત્રી આઠમે માતાજીના મંદિરોમાં સાદગીપુર્ણ ઉજવણી

વહેલી સવારથી આણંદ-નડિયાદ સહિતના માતાજીના મંદિરમાં દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા

આણંદ, તા. ૨૦
કોરોનાની મહામારીના પગલે ગત વર્ષે પણ ચૈત્રી નવરાત્રીની ઉજવણી સાદગીપુર્ણ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ એપ્રિલમાં કોરોનાની બીજી લહેરની પીકઅપ સૌથી મોટી છે. ત્યારે ચાલુ વર્ષે ચૈત્રી નવરાત્રીમાં તમામ મંદિરોમાં સાદગીપુર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જાેકે ગમે તેવા મહામારી હોય તો પણ લોકોની આસ્થા ધર્મ સાથે જાેડાયેલી છે. જેથી કોઈપણ વિકટ સંજાેગોમાં પણ માતાજીની પુજા અર્ચના કરતા જાેવા મળે છે. મંગળવારે ચૈત્રી આઠમ હોઈ વહેલી સવારથી જ આણંદ મોટી ખોડીયાર, અંબાજી મંદિર, ચામુંડા મંદિર, મહાકાળી મંદિર સહિતના મંદિરોમાં માતાજીની પુજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જ્યારે તમામ મંદિરોમાં માત્ર પુજારી અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં આઠમનું હવન સાદગીપુર્ણ રીતે કરવામાં આવનાર છે. જાેકે દરેક મંદિરમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાઈ રહે તેવી વ્યવસ્થા દર્શન માટે કરવામાં આવી છે.
આણંદ અને નડિયાદ શહેરમાં મોટા મંદિરોમાં વહેલી સવારે જ માતાજીની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાપુજાનું આયોજન કરાયું હતું. નડિયાદ શહેરમાં અંબા આશ્રમ અને માઈ મંદિર ખાતે પણ મંદિરના સંચાલકોની ઉપસ્થિતિમાં માતાજીની આરાધના સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જાેકે સામાન્ય જનતાને માત્ર દર્શનનો લાભ મળશે. માતાજીના આઠમને લઈને કેટલાક શ્રદ્ધાળુઓ તો વહેલી સવારે મંદિરની બહાર ઉભા રહીને જ માતાજીની આરાધના અને આરતી કરતા જાેવા મળ્યા હતા. આણંદ શહેરના ચામુંડા મંદિર ખાતે પણ ચૈત્રી નવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોજીત્રા તાલુકાના પીપળાવ આશાપુરી મંદિ ખાતે પણ ચૈત્રી આઠમ નિમિત્તે વહેલી સવારે પુજાી અને મંદિરના સંચાલકોની ઉપસ્થિતિમાં માતાજીની પુજા અર્ચના કરી આરાધના કરવામાં આવી હતી. જીલ્લાના નાના મોટા ગામોમાં માતાજીના મંદિરોમાં આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. માતાજીની પુજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button