આણંદ

આણંદ મેડીકલ એસોસિએશન દ્વારા એચઆરસીટી ટેસ્ટના ભાવમાં ઘટાડો કરવા માટે અપીલ કરાઇ

સરકારે ૩ હજાર ભાવ નક્કી કર્યા છે ત્યારે મેડીકલ એસોસિયેશન જાહેર હિતમાં માત્ર ૨ હજારમાં એચઆરસીટી ટેસ્ટ કરવા માટે અપીલ

આણંદ, તા. ૨૦
આણંદ જીલ્લામાં ખાનગી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ હોસ્પિટલોમાં આરટીપીસીઆર ટેસ્ટની જગ્યાએ એચઆરસીટી ટેસ્ટ કરવામાં આવે છે. જાેકે હોસ્પિટલો દ્વારા અગાઉ આ ટેસ્ટના ભાવ મનફાવે તેમ લેવામાં આવતા હોય પરંતુ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં એચઆરસીટીનો ભાવ ત્રણ હજાર નક્કી કરવામાં આવે છે ત્યારે આણંદ મેડીકલ એસોસિયેશનના ડોક્ટરો દ્વારા સામાન્ય પ્રજાને પરવરી રહે તે માટે હાલમાં માત્ર રુા. ૨ હજારમાં જ એચઆરસીટી ટેસ્ટ નક્કી કરવામાં આવે તે માટે અપીલ કરાઇ આણંદ મેડીકલ એસોસિયેશનમાં જાગૃત નાગરિકો દ્વારા સામાન્ય પ્રજાને પોષાય તે રીતના ચાર્જ લેવા રજુઆત કરી હતી. જેના પગલે મેડીકલ એસોસિયેશન દ્વારા સરકારે જાહેર કરેલા ભાવ કરતા પણ એક હજાર રુપિયા ઓછા કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવે.

બોરસદમાં પાલિકાના પ્રયાસથી રાહત દરે એચઆરસીટીના ટેસ્ટ કરવામાં આવશે
કોરોના મહામારી વચ્ચે બોરસદ પાલિકા ના પ્રયત્નોથી હવે ઘર આંગણે થતા એચ આરસીટી ટેસ્ટ રાહત દરે કરવા માટે બે લેબ દ્વારા ર્નિણય લેવામાં આવતા કોરોના મહામારી વચ્ચે દર્દી ઓને રાહત મળશે.
કોરોના મહામારી એ અજગર ભરડો લીધો છે ત્યારે સચોટ નિદાન માટે ૐઇઝ્ર્‌ ટેસ્ટ અનિવાર્ય છે આવા સમયે સરકારે નિયત કરેલ દર થી બોરસદ માં આ ટેસ્ટ કરવાનો ર્નિણય બે લેબ દ્વારા કરવામાં આવ્યો છે , આપ કોરોના સંક્રમિત થયા છો કે નહીં એ જાણવા માટે રેપીડ ટેસ્ટ, ઇ્‌ઁઝ્રઇ અને ૐઇઝ્ર્‌ જેવા ટેસ્ટ કરવામાં આવતા હોય છે. જેમાં ૐઇઝ્ર્‌ ટેસ્ટ કોરોના ના લક્ષણો ધરાવતા દર્દી ની સારવાર માં સચોટ પરિણામ આપે છે. જાેકે કેટલાક લોકો એ આ મહામારી નો ફાયદો ઉઠાવી દર્દી ઓ પાસે થી આ ટેસ્ટ માટે મો માંગ્યા પૈસા ખંખેર્યાના કિસ્સા સામે આવતા રાજ્ય સરકારે આ ટેસ્ટ માટે ૩૦૦૦ નિયત દર નક્કી કર્યા છે. ત્યારે બોરસદ નગરપાલિકાના પ્રમુખ આરતીબેન પટેલ અને કાઉન્સિલરોએ બોરસદની પ્રમુખ ઇમેજિનગ તેમજ એક્સરે હાઉસના સંચાલકો સાથે બેઠક યોજી આ ટેસ્ટ આવા સમયે લોકોને પરવડતો ન હોય દર ઘટાડવા લોક હીતને ધ્યાને રાખી વિનંતી કરતા બોરસદની પ્રમુખ ઇમેજિનગ તેમજ ઍક્સરે હાઉસ દ્વારા સરકારે નક્કી કરેલ નિયત દર કરતા પણ રાહત દરે એટલે કે માત્ર ૨૦૦૦ રૂપિયા માં આ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે આ ઉપરાંત જે લોકો ની આર્થિક સ્થિતિ નબળી હોય તેમની પાસે થી આ ટેસ્ટ માટે માત્ર ૧૫૦૦ રૂપિયા જ ઉપલબ્ધ કરાવવાનું નક્કી કરી આ કપરા કાળમાં ઉત્તમ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે …

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button