આણંદ

ચિખોદરાની પૂ.રવિશંકર મહારાજ (આઈ) હોસ્પિટલ ૫૩ બેડ સાથે કોરોના માટે કાર્યરત

શંકરા આંખની હોસ્પિટલને પણ ૭૦ બેડ સાથે ટૂંક સમયમાં કાર્યરત કરાશે : કલેક્ટરશ્રી અને સાંસદશ્રીએ ચિખોદરા હોસ્પિટલની મુલાકાત લીધી

આણંદ, તા. 23
આણંદ નજીક ચિખોદરા ખાતે આવેલી પૂ.રવિશંકર મહારાજ આંખ (આઈ) હોસ્પિટલમાં હાલ કોરોના સંક્રમણ સમયે ઓ.ટુ. ની સુવિધા સાથેની ૫૩ બેડ સાથેની હોસ્પિટલમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું.
આજે કલેક્ટર આર.જી.ગોહીલ અને સાંસદ મિતેષ ભાઈ પટેલ દ્વારા ચિખોદરા ખાતેની પૂ.રવિશંકર મહારાજ (આઈ) હોસ્પિટલ મુલાકાત લીધી હતી અને તેઓએ આ હોસ્પિટલમાં ને ૫૩ બેડ સાથે કોરોના સારવાર માટે કાર્યરત કરાવી હતી.
કલેક્ટર આર.જી.ગોહિલે હોસ્પિટલમાં સેવારત તબીબો અને નસિંગ સ્ટાફ સાથે ચર્ચા વિમર્શ અને હોસ્પિટલ ની મુલાકાત બાદ જણાવ્યું હતું કે અહીં ૫૩ બેડ ની વ્યવસ્થા છે અને બીજી તમામ સુવિધાઓથી સજ્જ છે , ઉમરેઠ , આંકલાવ , અને બોરસદ વિસ્તારના કોરોના સંક્રમિત દર્દી ઓ માટે આ વ્યવસ્થા ખૂબ ઉપયોગી પુરવાર થશે .
સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું કે આણંદ જિલ્લાનું વહીવટી તંત્ર અને કલેક્ટર આર.જી.ગોહીલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર હાલની જિલ્લાની કોરોના સંક્રમણની સ્થિતિ જોઈ અને વિસ્તાર મુજબ આવતા દર્દીઓને ધ્યાને રાખીને એડવાન્સ આયોજન કરી રહયા છે અને તેના કારણે મહત્તમ દર્દીઓને ઝડપથી સારવાર મળી રહી છે એટલું જ નહીં દર્દીઓ સાજા થવાની સંખ્યા પણ વધી રહી છે.
સાંસદ મિતેષભાઈ પટેલે વધુમાં ઉમેર્યું કે જિલ્લા વહીવટી તંત્રના અને કલેક્ટરના પ્રયાસો થી શંકરા (આઇ) આંખની હોસ્પિટલમાં પણ બીજા ૭૦ બેડની વ્યવસ્થા થઈ ગઈ છે અને ટૂંકમાં કોરોના સંક્રમિત દર્દી’ઓ માટે હોસ્પિટલ ચાલુ થઈ જશે,
આમ અમારા અને અમારા કાર્યકરો નીરવ ભાઈ પટેલ તેમજ જિલ્લા ના તમામ કાર્યકરો લોકો ની સેવા માટે કાર્યરત રહ્યા છે અને નાગરિકો ને મદદ કરી રહ્યા છે.
કલેક્ટર આર.જી.ગોહીલ અને સાંસદ મિતેષ ભાઈ પટેલ પૂ. રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ ની મુલાકાત લીધી ત્યારે તબીબો અને વ્યવસ્થપકો નસિંગ સ્ટાફે સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે પૂ. રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલના પી.પી.મહેતા કર્મીઓતેમજ અગ્રણી નીરવભાઈ અમીન તેમજ મયુર ભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button