આણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો

આણંદ, તા. ૯
આણંદ શહેરમાં કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ આણંદ તાલુકાના હાડગુડ ગામના ૪૫ વર્ષીય યુવકનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા જીલ્લામાં કોરોના પોઝીટીવના બે કેસ નોંધાયા છે. આણંદ તાલુકાના હાડગુડ ગામે જહાંગીરપુરા રોડ ઉપર આવેલ રઝાનગર સોસાયટીમાં રહેતા શાહીદખાન બરકતખાન પઠાણ ઉ.વ. ૪૫ ગેરેજ મીકેનીક તરીકે કામ કરે છે. જેઓને ગત રવિવારે તાવ, કફ, શરદી અને શરીરના દુખાવાની તકલીફ થતા તેઓને હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને કોરોના વાયરસના લક્ષણો જણાતા તેઓને કરમસદની શ્રીકૃષ્ણ હોÂસ્પટલમાં આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેનો આજે રીપોર્ટ આવતા સાહીદખાનને કોરોના પોઝીટીવ હોવાનું જણાયું હતું. તે સાથે આણંદ જીલ્લામાં કોરોના પોઝીટીવના દર્દીઓની સંખ્યા બે થઈ છે. આજે સવારે પોલીસ અધિકારીઓ અને આરોગ્ય અધિકારીઓની ટીમ હાડગુડ ગામના રઝાનગર વિસ્તારમાં શાહીદખાન પઠાણના ઘરે દોડી ગઈ હતી અને તેઓના પરિવારના ચાર વ્યÂક્તઓ અને તેઓ સમાજના ૭૬ વ્યÂક્તઓના સંપર્કમાં આવ્યા હોય આરોગ્ય વિભાગ દ્વારા તમામ લોકોને હોમક્વોરેન્ટાઈન કરી તેઓના કોરોના વાયરસ પરીક્ષણ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસે આજે રઝાનગરમાં શાહીદ પઠાણના ઘરથી આસપાસના ૫૦૦ મીટરના વિસ્તારને કલસ્ટર ક્વોરેન્ટાઈન કરી સમગ્ર વિસ્તારને પ્રતિબંધિત કરી માર્ગો પર આડસો મુકી રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. હાડગુડ ગામમાં કોરોના પોઝીટીવ કેસ આવવાની ઘટનાને લઈને સમગ્ર હાડગુડ ગામમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીના લોકોએ જાતે જ સોસાયટીના માર્ગો પર આડસો મુકી રસ્તા બંધ રાખી સેલ્ફ ક્વોરેન્ટાઈન કર્યા છે.