આણંદ

‘ચરોતરનો અવાજ’ બન્યો જનજાગૃતિનો નાદ : સેવાભાવી સંસ્થાઓએ સાંભળ્યો જનવેદનાનો સાદ

કરમસદ હોસ્પિટલમાં બહારથી દર્દીઓને લઈને આવતા સગાસબંધીઓને વેઈટીંગમાં બેસી રહેતા હોવાથી સગાસબંધીઓને ભોજન મળતું ન હતું.

આણંદ, તા. ૪
ચરોતરનો અવાજ દ્વારા ફેસબુક લાઈવ એહવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ચરોતરનો અવાજ સતત ૩ દિવસ થી ફેસબૂક લાઈવ ના માધ્યમ થી આ ગંભીર સ્થતિ ને જનતા સામે લાવાનો પ્રયાસ કરી રહ્યો હતી. તદુપરાંત ચરોતરનો અવાજ દ્વારા દર્દીઓ તથા દર્દીઓ ના પરિવારજનો ને સહાય મળી સકે તે માટે સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓને અપીલ કરવામાં આવી હતી. જેના પરિણામે વડતાલધામ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા લોકસેવા નો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. વડતાલ સ્વમિનારાયણ મંદિર દ્વારા આણંદ જીલ્લામાં સ્થિત તમામ હોસ્પિટલ માં દાખલ થયેલ તથા લાઈનમાં ઉભેલા તમામ કોરોના દર્દીઓ ના પરિવારજનો ને પ્રસાદીરૂપે બંને સમયનું જમવાનું પૂરું પાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. અને ઉલ્લેખનીય છે કે કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા ઓક્સિજન સિલિન્ડર, પાણીની બોટલ તથા માસ્ક જેવી જરૂરિયાત વસ્તુઓ નું વિતરણ જેવા સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. દર વખત ની જેમ આ સ્થિત થાય છે કે ચરોતર નો અવાજ હમેશા થી જનતા થી પડખેજ ઊભી છે અને ભવિષ્ય માં ઉભી રહેશે.
કરમસદ હોસ્પિટલમાં છેલ્લા ૧૫ દિવસથી આણંદ ખેડા જીલ્લા સહિત મહીસાગર, વડોદરા, ધોળકા, સૌરાષ્ટ્ર પંથકમાંથી પણ મોટા પ્રમાણમાં કોવીડ દર્દીઓની સારવાર કરવા માટે ૧૦૮ અને ખાનગી વાહનોમાં લાવવામાં આવતા હોય છે જેના કારણે હોસ્પિટલની બહાર ૧૦ થી ૧૫ કલાક સુધી લોકોને બેડ ન મળે ત્યાં સુધી વેઈટીંગ કરવું પડે છે. આમ દર્દીઓ સાથે આવેલા સગાસબંધીઓને સવાર સાંજ ભોજન માટે મુસ્કેલીઓ પડતી હતી અને સાંજના રાત્રી કરફ્યુ લાગી જતા ભોજન ક્યાંથી લાવવું તે પ્રશ્ન થઈ પડતો હતો. આ અંગે ચરોતરનો અવાજના તંત્ર અમિત પરમારે ચેનલ મારફતે દર્દીઓના સબંધીઓને બે ટાઈમ ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવા સામાજીક અને ધાર્મિક સંસ્થાઓને અપીલ કરી હતી.
ચરોતરનો અવાજની અપીલના પગલે વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા આણંદ જીલ્લા સહિત કરમસદ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોમાં દર્દીને દાખલ કરવા માટે લઈને આવેલા સગાસબંધીઓને પ્રસાદીરુપે બંને ટાઈમ ભોજન પુરું પાડવાની વ્યવસ્થા કરી છે. હોસ્પિટલમાં વેઈટીંગમાં ઉભેલા ખાનગી અને અન્ય વાહનોમાં દર્દીઓને શ્વાસની તકલીફ જણાય ત્યારે ઓકસીજનની જરુરીયાત ઉભી થાય છે. ત્યારે ઓકસીજન ન મળતા સગાસબંધીઓને દોડાદોડ કરવી પડે છે. તેને ધ્યાને લઈ મદ્રેશા કોવીડ કેર સેન્ટર દ્વારા વાહનોમાં જ દર્દીઓને ઓકસીજન મળી રહે તે માટે કરમસદ હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ છે. મુસ્લીમ સમાજના ૩૦ યુવકોની બેન્ચ આ સેવા માટે કાર્યરત છે અને ત્રણ પાલીમાં યુવકો સેવા આપી રહ્યા છે. ઓકસીજનની સાથે સાથે જમવાનું ફ્રુટ સરબત સહિત તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. સૌ કોઈએ મદ્રેશાના યુવકોની કામગીરીને બીરદાવી હતી.

ચરોતરનો અવાજના તંત્રીની અપીલથી અમે કરમસદ મેડીકલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સગાવ્હાલાઓને ટીફીન સર્વિસ શરૂ કરી – શ્યામ સ્વામી વડતાલ સંપ્રદાય

Advertisement

દિવસે દિવસે કોરોનાની મહામારી વધતી જાય છે ત્યારે અનેક વિવિધ ધાર્મિક સંસ્થાઓ જ્યારે હવે લોકોની વ્હારે આવી છે ત્યારે વડતાલ સ્વામીનારાયણ મંદિર પણ હવે લોકોની વહારે આવી છે. વાત કરીએ તો ચરોતરનો અવાજ દ્વારા સતત બે દિવસ સુધી આણંદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદમાં લાઈવ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. અને લાઈવ અહેવાલના માધ્યમથી સક્ષમ લોકોને ધાર્મિક સંસ્થાઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ હવે લોકોની વ્હારે આવે ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાય વડતાલ મંદિરમાં પણ ચરોતરનો અવાજના તંત્રી અમિતભાઈ પરમારે શ્યામસ્વામી સાથે ટેલીફોનીક ચર્ચા કરી અપીલ કરી હતી કે કરમસદ મેડીકલમાં પણ કોવીડ દર્દીના સગાવ્હાલાઓને પણ ભોજનની વ્યવસ્થા કરવી જાેઈએ. જ્યારે શ્યામસ્વામીએ તુરંત જ તેમના હરીભક્તોને જાણ કરી અને ટીફીન સર્વિસ ચાલુ કરી. હાલમાં એક ટાઈમના ૬૦૦ થી ૭૦૦ ટીફીન લોકોને પહોંચાડે છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button