ટૉપ ન્યૂઝઆણંદકોરોનાગુજરાત

લો કરો વાત!! માતરમાં ૧૦૦૦ સીલીન્ડર ભરાય તેટલા ઓકસીજન પ્લાન્ટ પાંચ દિવસથી લીકવીડ ન મળતા ધુળ ખાતી હાલતમાં

ઓકસીજન પ્લાન્ટ માટે લીકવીડ ન મળતા બંધ કરાયો : આ પ્લાન્ટ ચાલું હોત તો જીલ્લાની કેટલીક હોસ્પિટલમાં ઓકસીજન પુરો પાડી શકાયો હોત

આણંદ, તા. ૪
દેશ પર આવી પડેલી કોરોના મહામારીના કારણે અને આ વખતેના બીજા ટ્રેન્ડના કારણે આ વખતે ઠેર ઠેર ઓક્સિજનની અછત સર્જાઈ છે.ગુજરાતમાં અને ખાસ કરીને ખેડા જિલ્લામાં પણ ઓક્સિજનની ભારે અછતને કારણે કોરોનાના દર્દીઓ ઠેર ઠેર વલખાં મારી રહ્યા છે.તેના કારણે ખેડા જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં નવા દર્દીઓને લેવામાં ના પાડી દેવાય છે.બધી હોસ્પિટલો અમદાવાદ સિવાય અન્ય જિલ્લામાંથી ઓક્સિજનનો સપ્લાય મંગાવે છે. તેવા સમયમાં ખેડા જિલ્લાના એક માત્ર પ્લાન્ટ કે જે માતર ખાતેની જી આઈ ડી સી માં પ્લોટ નંબર ૨૬,૨૭ માં આવેલો છે.આ પ્લાન્ટ પહેલા કોમર્શિયલ હતો.પરંતુ કોરોનાના દર્દીઓને ઓક્સિજનની વધુ માંગ થવાથી તે કંપનીને તા.૨૩.૦૪.૨૧ના રોજ સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં સપ્લાય માટે પરવાનગી મળી ગઈ હતી.તેથી આ કંપનીએ ખેડા જિલ્લાની સરકારી સી એચ સી સેન્ટરો નવાગામ, ઠાસરા, કપડવંજ, મહેમદાવાદ અને અન્ય ખેડાની બે ખાનગી હોસ્પિટમાં ઓક્સિજન સપ્લાય તા. ૨૮-૦૪-૨૧ સુધી કર્યો હતો. હાલમાં છેલ્લા ૬ દિવસથી લિકવીડ નહીં હોવાના કારણે ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં છે.

આ અંગેની જાણ ખેડાના અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી કલ્પેશસિંહ વાઘેલાને ધ્યાને આવતા આ વાતને ગંભીરતાથી લઈ તાત્કાલિક સ્થાનિક ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને ખેડા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ અર્જુનસિંહને હકીકત જણાવી.અને ખેડા જિલ્લાનો એક માત્ર ઓક્સિજન પ્લાન્ટ કેમ બંધ છે. તેની તપાસ કરવા જણાવ્યું.આ બંને ધારાસભ્યોએ ખેડા જિલ્લા કલેકટરને આ બાબતે માહિતગાર કરીશું તેમ જણાવ્યું. પરંતુ કલ્પેશસિંહે ઓક્સિજનની ગંભીરતા સમજીને માતર ખાતેના ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લીધી.અને તુરતજ ખેડા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ અને પ્લાન્ટના દિનેશભાઈ અગ્રવાલને સાથે રાખીને જિલ્લા કલેકટરની મુલાકાત લઈ તેમને સજ્જડ રજુઆત કરવામાં આવી. ત્યારબાદ જિલ્લા કલેકટર,નાયબ કલેકટર, માતર મામલતદાર દ્વારા માતર ખાતેના ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી.અને મારા તરફથી બનતા બધા પ્રયત્ન કરું છું તેમ જણાવ્યું હતું. પણ હજુ સુધી ત્રણ દિવસ થઈ ગયા હોવા છતાં પણ લિકવીડ નહીં હોવાના કારણે પ્લાન્ટ બંધ છે.
માતર પ્લાન્ટના કર્મચારીના જણાવ્યા અનુસાર અમારા પ્લાન્ટમાં જે ટેન્ક છે તેની કેપિસિટી ૨૦૦૦૦ લિકવિડની છે. તે અમને મળી જાય તો અમે ૨૪ કલાકમાં ૧૦૦૦ જમ્બો ઓક્સિજન બોટલ ફીલિંગ કરી શકીએ તેમ છે.

Advertisement

ખેડા જિલ્લાના શીર્ષસ્થ રાજકીય આગેવાનો જે નવા પ્લાન્ટ માટે મહેનત કરી રહ્યા છે તે ખુબ સારી બાબત છે.પણ તેને ચાલુ થતા ૧૫ દિવસ જેટલો સમય લાગી શકે તેમ છે.તો ખેડા જિલ્લાના માતર ખાતેનો એક માત્ર પ્લાન્ટ બંધ હાલતમાં છે તો તે કેમ ચાલુ કરાવવામાં કેમ રસ નથી.તે મોટો યક્ષ પ્રશ્ન છે?

આ બાબતે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું કે માતરનો ઓક્સિજન પ્લાન્ટ તેનું લિકવીડ નહીં મળવાને કારણે બંધ છે. આ બાબતે મારે ખેડા જિલ્લા કલેકટર સાથે વાત થઈ ગઈ છે.અને આવતીકાલ સુધીમાં તેમને લિકવીડ મળી જાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

Advertisement

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button