BreakingCoronaLock Downઆણંદગુજરાતનડીયાદ

બ્રેકિંગ: “મીની લોકડાઉન” ને લઈ રાજ્ય સરકારે શું લીધો મહત્વનો નિર્ણય, જાણો વધુ વિગતો

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36  શહેરોમાં વધારાના નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે.  અગાઉ જે 8 મહાનગરો સહિત 29  શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત હવે વધુ 7  શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો લાગુ રહેશે.  તારીખ 6 મે 2021થી તારીખ 12 મે 2021 સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6  વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે.

ગુજરાતમાં આણંદ સહિત 36 શહેરોમાં આ નિયંત્રણો લાગુ પડશે.

આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

Advertisement

36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફની હાજરી-ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલનના ચેકિંગ માટે જી.એસ.ટી વિભાગ કચેરીઓનું ઓચિંતું ચેકિંગ કરાશે. નિયમોના ભંગ કરનારી ખાનગી ઓફિસો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button