
આણંદ, તા. ૫
અમદાવાદ મેમનગર ખાતે સમર્થ સોસાયટીમાં રહેતા અને મુળ વીસનગરની આંબાવાડી સોસાયટીના રહીશ અંકિતભાઈ બાબુભાઈ પટેલને આણંદના દીપકભાઈ પીરાભાઈ જાેષી (મારવાડી) હાલ રહે. આણંદ, રાજુભાઈ ઉર્ફે અબ્દુલ ખલાક આદમભાઈ શીરુ રહે. કોઠારા તા. ભુજ હાલ રહે. સુરતનો સંપર્ક થયો હતો. ત્યારે આ બંને જણાએ અંકિતભાઈને એકના ત્રણ ગણા નાણાં કરી આપવાની લાલચ આપી અંકિતભાઈન વિશ્વાસ સંપાદન કર્યો હતો અને ત્યારબાદ ગત તા. ૨૭-૮-૨૦૨૦ ના રોજ અંકિતભાઈને ફોન કરીને ૨૦ લાખ રુપિયા લઈ આણંદની સામરખા ચોકડી પાસે આવવા જણાવતા અંકિતભાઈ ૨૦ લાખ રુપિયા રોકડા લઈ આણંદની સામરખા ચોકડી પાસે એક્તા હોટલ નજીક આવ્યા હતા. જ્યાં દીપકભાઈ પીરાભાઈ જાેષી તેઓને સુરત લઈ ગયો હતો. જ્યાં રાજુભાઈ ઉર્ફે અબ્દુલ સાથે મળીને ૨૦ લાખ રુપિયાની બેગ લઈ દસ મીનીટમાં ત્રણ ગણા રુપિયા લઈ પરત આવું છું તેમ કહી વાયદો કરી રુપિયા લઈ જઈ પરત આવ્યો ન હતો. ત્યારબાદ અંકિતભાઈએ મોબાઈલ ફોન પર દીપકભાઈ જાેષીનો સંપર્ક સાધતા તેઓએ નાણાં પરત આપવાના ખોટા વાયદાઓ કરી નાણાં પરત આપ્યા ન હતા. અને નાણાં પરત આપવા માટે સમાધાન કરી ચેક આપ્યો હતો. અને ત્યારબાદ આ ચેક બેંકમાં ન ભરવા માટે અંકિતભાઈને ધાકધમકીઓ આપી હતી. જેથી અંકિતભાઈને પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ હોવાનું જણાવતા તેઓએ આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અંકિતભાઈ બાબુભાઈ પટેલની ફરિયાદના આધારે દીપકભાઈ પીરાભાઈ જાેષી મારવાડી હાલ રહે. આણંદ, રાજુભાઈ ઉર્ફે અબ્દુલ ખલાક આદમભાઈ શીરુ રહે. કોઠારા તા. ભરુચ હાલ રહે. સુરત વિરુદ્ધ ઈપીકો કલમ ૪૦૬, ૫૦૬, ૧૨૦બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ પી. એ. જાદવ કરી રહ્યા છે.
Advertisement