
ભારત સરકારના ગૃહ મંત્રાલયનીની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા છે. ત્યારે આણંદ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે
મહત્વનું છે કે આણંદ શહેરમાં રાત્રીના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરના કરફ્યુ રહેશે રાત્રી કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની જાહેરનામામાં માહિતી આપવામાં આવી છે આ નિયંત્રણ તા. 06 મે ને ૨૦૨૧ તા. 12મી મે-૨૦૨૧ સુધી અમલી રહેશે.આ નિયંત્રણો દરમિયાન આણંદ શહેરમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મીલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે. તમામ મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.તથા આણંદ શહેર વિસ્તારમાં રાત્રીના 08 થી સવારના 06 વાગ્યા સુધી સંપૂર્ણ રાત્રી કરફ્યુનો અમલ કરવાનો રેહશે
આણંદ જિલ્લાના વિસ્તારો માટે જાહેર કરવામાં આવેલું જાહેરનામું
સમગ્ર આણંદ જિલ્લાના તમામ વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઈન શિક્ષણ સિવાય),સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ–બગીચા, સલૂન, સ્પા, બ્યુટીપાર્લર, જીમ, સ્વિમીંગ પુલ અને અન્ય મનોરંજક સ્થળો બંધ રહેશે. તથા APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.
સમગ્ર ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. જિલ્લામાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં ૨૦ વ્યક્તિઓ હાજર રહી શકશે.