આણંદની જનરલ હોસ્પિટલમાં મેડીકલ સાધનો માટે ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવી

આણંદ, તા. ૬
આણંદ જનરલ હોસ્પિટલમાં હાલમાં કોરોના મહામારીમાં દર્દીઓની સારવાર માટે જરુરી સાધનો ખરીદવા માટે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર દ્વારા દસ લાખ રુપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.
તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં મેડીકલ સુવિધા માટે જરુરી સાધનો અંગે તબીબો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ સંક્રમિત દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી. તેમાં હોસ્પિટલ માટે આઈસીયુની તાતી જરુરીયાત હોવાનું જણાયું હતું. જેથી ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર જનરલ હોસ્પિટલમાં મલ્ટીપેરા મોનીટર સેન્ટ્રલ સીસ્ટમ માટે પાંચ લાખ, કાર્ડીયેક ડીફી બ્રીલેટર મશીન માટે અઢી લાખ અને મેડીકલની અન્ય જરુરીયાત માટે અઢી લાખ મળી કુલ દસ લાખ રુપિયાની ગ્રાન્ટની ફાવળણી કરી છે અને આ અંગે જીલ્લા આયોજન અધિકારીને પત્ર લખી જાણ કરી છે.