
આણંદના વેપારીઓએ સરકાર દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને લઈને સોશિયલ મીડિયામાં કર્યો વિરોધ
ગુજરાતમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈને સરકાર દ્વારા આણંદ શહેર સહિત 36 શહેરોમા રાત્રી કરફ્યુ સહિત દિવસે નિયંત્રણો લાદવામાં આવ્યા છે ત્યારે આણંદ શહેરમાં વેપારીઓ દ્વારા આ નિયંત્રણો (આંશિક લોકડાઉન) નો વિરોધ સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહ્યો છે. વેપારીઓ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા કેટલાક મુદ્દાઓ દ્વારા વિરોધ દર્શાવામાં આવી રહ્યો છે જે નીચે પ્રમાણે છે
1 – 60% ધંધા રોજગાર ચાલુ છે અને 80% જેટલી પબ્લિક બાહર ફરી રહી છે
2 – આણંદ બંધ છે અને વિદ્યાનગર ચાલુ છે બન્ને વચ્ચે નું અંતર નજીવું છે
3 – આ લોકડાઉંન ની પેટર્ન તદ્દન ખોટી છે
4 – આણંદ જિલ્લો સદંતર બંધ કરી ને સંપૂર્ણ લોકડાઉંન થી કોરોના પર કંટ્રોલ લાવી શકાય
અથવા બજાર ખોલવાનો સમય સવારે 8 થી 2 વાગ્યા સુધી હોવો જોઈએ
5 – અમે 12 મી તારીખ થી દુકાન ખોલવા માંગીયે છીએ અને દંડ ના ભરી ને સજા ભોગાવવા તૈયાર છે
6 – અમારી સરકાર શ્રી ને રજુઆત છે કે પગાર ,ભાડા , લાઈટબીલ , બેંક નું વ્યાજ તથા GST ( TAX )
માં કોઈ રાહત નથી તો અમોને દુકાન ખોલી ને કામ-કાજ ચાલુ કરવા દો .
7 – ગારમેન્ટ તથા 30% માર્કેટ જે બંધ છે શું તે કોરોના વેહચી રહ્યા છે ? અને જે દુકાનો ખુલ્લી છે એ વેકસીન વહેંચી રહ્યા છે ?
જેનો અમને વિરોધ છે
મળતી માહિતી અનુસાર વેપારીઓ દ્વારા તમામ વેપારીઓને જાણવામાં આવ્યું છે કે ટૂંક સમય એક સ્થળે એકત્રિત થઈ સરકારની આ નીતિનો વિરોધ કરી બળવો કરવામાં આવશે.