નવી દિલ્હી

૨૧૦૦૦ કરોડથી વધુ રકમ ખર્ચ કરાશે કોલ્ડ સ્ટોરેજ સુવિધા વધશે

 

નવી દિલ્હી,તા. ૧૦
આગામી ચારથી પાંચ વર્ષના ગાળામાં કોમોડિટીને સ્ટોક કરવાની સમસ્યાને ઉકેલવા કોલ્ડ સ્ટોરેજની સુવિધા અપગ્રેડ કરવા અથવા તો વધુ સુવિધા ઉભી કરવા પર ૨૧૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. સરકાર આ દિશામાં ધ્યાન આપી રહી છે. ખેડુતોના જુદા જુદા પાક જુદી જુદી સિઝનોમાં કોલ્ડ સ્ટોરેજની સુવિધા પુરતા પ્રમાણમાં નહીં હોવાના કારણે બગડી જાય છે. આને ધ્યાનમાં લઈને પ્રવર્તમાન કોલ્ડ સ્ટોરેજ પ્લાન્ટ અને મશીનરીને તાકીદના ધોરણે અપગ્રેડ કરવા ઉપર ધ્યાન અપાઈ રહ્યું છે. હાલમાં પ્રવર્તમાન કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા ૬૮ ટકાની આસપાસ છે. જેમાં બટાકા સ્ટોર કરવામાં આવે છે. આ ઉપરાંત ખેડુતોને જુદા જુદા પાક માટે યોગ્ય ભાવ પણ મળી રહ્યા નથી. અન્ય કોમોડિટી માટેની સ્થિતિ વધારે સારી રહી નથી. ક્રિસીલ રિસર્ચ દ્વારા અંદાજ મુકવામાં આવ્યો છે કે ૨૦૨૩ સુધી આ સેકટરમાં ૧૬૦૦૦ કરોડથી લઈને ૨૧૦૦૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવામાં આવનાર છે.
ટસ્થાનિક કાપણી સિઝન પૂર્ણ થયા બાદ ખેડુતોને યોગ્ય ભાવ મળે તેવા પ્રયાસ કરવામાં આવનાર છે. મલ્ટી કોમોટિડી કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉભી કરવા માટે ૨૦ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવનાર છેં. ૧૦૦૦૦ ટનની ક્ષમતા સાથે કોલ્ડ સ્ટોરેજ ઉભા કરાશે.
ઉત્તરપ્રદેશમાં બટાકાના ટોચના ખેડુતો અને બંગાળના બટાકાના ખેડુતો એકંદરે ૫૦-૬૦ ટકા સ્ટોર કરે છે. બટાકા ઉપરાંત મીટ એન્ડ પોલ્ટ્રી, સી ફુડ, ડેરી પ્રોડક્ટ, ફ્રુટ એન્ડ વેજિટેબલ્સ અને ફાર્મા જેવી ચીજાેને જાળવવા મલ્ટી કોમોડિટી કોલ્ડ સ્ટોરેજની પણ જરૂર દેખાઈ રહી છે. દેશમાં કોલ્ડ સ્ટોરેજની સમસ્યા ખૂબ જ જટીલ બનેલી છે.દેશમાં કોલ્ડ સ્ટોરેજની સમસ્યા ખૂબ જ જટીલ બનેલી છે. આવનાર સમયમાં કોલ્ડસ્ટોરેજનુ મહત્વ વધે તેવા સાફ સંકેત છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button