આણંદ

તંત્ર વેકસીન માટે મોટી મોટી જાહેરાતો કરે છે વેકસીન ક્યાંય દેખાતી નથી

હજુ તો ૪૫ વર્ષના ઉપરના લોકોને વેકસીન આપવાના ફાફાં છે ત્યાં ૧૮ ને વેકસીન આપવાની વાતો

આણંદ, તા. ૧૪
આણંદ ખેડા જીલ્લામાં સરેરાશ ૨૬ લાખ લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ હતો. જેમાં ૧૮ થી લઈ તમામ લોકોને વેકસીનના બંને ડોઝ મળી જાય તે માટે તંત્રએ શરુઆતમાં તો ૫૦૦ થી વધુ વેકસીન કેન્દ્રો તેમજ સેવાભાવી સંસ્થામાં વેકસીન કેન્દ્રો ઉભા કર્યા હતા. જાેકે શરુઆતમાં આણંદ જીલ્લામાં વેકસીનની કામગીરી સારી થઈ હતી અને અત્યાર સુધીમાં બંને જીલ્લામાં થઈને સાત લાખ લોકોએ વેકસીનના ડોઝ લીધા છે. આમ ૩૦ ટકા જ વેકસીનની કામગીરી પુર્ણ થઈ છે ત્યાં જ સરકાર અને તંત્ર લોકોને વેકસીન આપવામાં ટાંચુ પડ્યું છે. પુરતા વેકસીનના ડોઝ આવતા ન હોવાથી સ્થાનિક સરકારી તંત્ર ઉપર લોકો રોષ ઠાલવી રહ્યા છે. હાલમાં આણંદ ખેડા જીલ્લાના એક પણ કેન્દ્ર ઉપર વેકસીનનો ડોઝ શુક્રવારે આવ્યો નથી. જેને લઈને વેકસીન મુકાવા ગયેલા લોકોને ધરમધક્કા ખાવા પડે છે.
સરકારી તંત્ર દ્વારા શરુઆતમાં વેકસીનના ડોઝ પુરતા હોવાનું વાતો કરવામાં આવતી હતી અને વેકસીનના ડોઝ અન્ય દેશોને આપતા ભારતની પરિસ્થિતિ મુશ્કેલીમાં મુકાઈ છે. જેને લઈને હાલમાં વેકસીનની અછત સર્જાઈ રહી છે. માંડ માંડ ગ્રામ્ય વિસ્તારની પ્રજા વેકસીનની બ્રહ્મણાઓમાંથી બહાર આવી વેકસીન મુકાવવા માટે તૈયાર થઈ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વેકસીનના ડોઝ પુરતા પ્રમાણમાં પહોંચતા નથી. હાલમાં તો ગ્રામ્ય વિસ્તારની વાત કરો તો આણંદ નડિયાદના વેકસીન કેન્દ્રો ઉપર પણ ડોઝ ન હોવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એકબાજુ સરકારી તંત્ર વેકસીન લેવા માટે સૌને દબાણ કરી રહ્યું છે અને કોલર ટ્યુન વેકસીન લેવા માટે મોબાઈલ પર મુકવામાં આવી છે પરંતુ હવે વેકસીનના ડોઝ પુરતા પ્રમાણમાં આવતા નથી. જેને કારણે વેકસીન લેવા ક્યાં જવું તે પ્રશ્ન મુંઝવી રહ્યો છે. હાલ તો સરકારને પણ સૌથી મોટી મુંઝવણ હોય તો વેકસીન વહેલા કોને આપવી ૪૫ વર્ષવાળાને પુરી પાડી કે ૧૮ વર્ષને પુરી પાડી તેની મુંઝવણ અનુભવી રહી છે. વસ્તી પ્રમાણે વેકસીનના ડોઝ તૈયાર થયા નથી અને બે માસ સુધી વેકસીનના ડોઝ પુરતા મળી તેમ નથી. હાલ તો ત્રીજી લહેરની સંભાવના છે ત્યારે સૌને બચાવવા માટે વેકસીન જ એક અક્સીલ ઉપાય છે. પરંતુ સરકારી તંત્ર આરોગ્ય સેવામાં ટાંચા સાધનોને કારણે નિષ્ફળ ગઈ છે. તેમજ વેકસીનની કામગીરીમાં પણ સરકારી તંત્ર નિષ્ફળ ગયું છે. આમ સરકારની લાપરવાહી હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધારી રહ્યું છે. જે ચિંતાનો વિષય બની ગયો છે.
હાલમાં અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં કોરોનાના કેસોમાં સામાન્ય ઘટાડો થયો છે. તો બીજીબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ ગતિ પકડી છે. જેને લઈને સરકારી તંત્ર પણ મુંઝવણ અનુભવી રહ્યું છે. આજે તો આણંદ શહેરના એક પણ વેકસીન કેન્દ્ર ઉપર રસીનો પુરતો જથ્થો આવ્યો ન હતો. ઉમરેઠ શહેરમાં આજે સવારે વેકસીન મુકાવવા માટે ૪૫ વર્ષની ઉપરના તેમજ ૧૮ વર્ષના યુવાનો પણ વેકસીન કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા. પરંતુ બે કલાક સુધી વેકસીનનો કોઈ જથ્થો ન આવતા લોકોને પરત ફરવાનો વખત આવતા લોકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button