નવી દિલ્હી

અમેરિકામાં કોરોનાને આખરે ધોબી પછાડ માસ્ક વિના નિકળવા મંજુરી

વોશિગ્ટન,તા.૧૪
અમેરિકામાં કોરોના કહેર જારી હોવા છતાં હવે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે કહેવામાં આવ્યુ છે કે જે લોકો કોરોના વેક્સીન લગાવી ચુક્યા છે તે લોકો માસ્ક વગર પણ બહાર નિકળી શકે છે. કોરોના સંક્રમણની માર ઝેલી ચુકેલા અમેરિકાએ હવે તેને પછડાટ આપી દીધી હોવાના સંકેત મળવા લાગ્યા છે. યુએસ સેન્ટર ઓફ ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેનશન દ્વારા કહેવામાં આવ્યુ છે કે અમેરિકામાં વેક્સીન લગાવી ચુકેલા લોકો માસ્ક લગાવ્યા વિના બહાર નિકળી શકેછે. સાથે સાથે છ ફુટ દુર રહીને પોતાની ગતિવિધી કરી શકે છે. જાે કે આ નિયમો એ વિસ્તારમાં લાગુ થશે નહીં જ્યાં વેક્સીન માટેની કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારમાં નિયંત્રણ યથાવતરીતે લાગુ છે. અમેરિકામાં મોટા પાયે રસીકરણનુ કામ થયુ છે. અમેરિકામાં તમામ લોકોને વેક્સીન આપવાનુ કામ લગભગ પૂર્ણ થઇ ચુક્યુ છે. તાજેતરમાં જ બાળકોમાં રસીકરણના કામને લીલીઝંડી આપવામાં આવી હતી. આને લઇને પ્રમુખ બાઇડને સીડીસીની ભરપુર પ્રશંસા કરી છે. બાઇડને કહ્યુ છે કે થોડાક સમય પહેલા જ તેમને માહિતી મળી છે કે સીડીસીએ જ્યાં વેક્સીન કામગીરી પૂર્ણ થઇ ચુકી છે તે વિસ્તારમાં માસ્ક માટેની વ્યવસ્થા દુર કરી દીધી છે. આ એક મોટી સફળતા છે. આ બાબત એટલા માટે શક્ય બની છે કે અમે મોટા ભાગના અમેરિકી લોકોને ખુબ ઓછા સમયમાં વેક્સીન આપી દેવામાં સફળ રહ્યા છીએ. બાઇડને કહ્યુ હતુ કે ૧૪૪ દિવસથી અમારા દેશે રસીકરણ કાર્યક્રમનુ નેતૃત્વ કર્યુ છે. કેટલાક લોકોની ખુબ મહેનતના કારણે આમાં સફળતા મળી છે. વૈજ્ઞાનિકો, સંશોધકો, દવા કંપનીઓ, નેશનલ ગાર્ડ, યુએસ લશકરી ટુકડી, તમામ ગવર્નર, તબીબો અને નર્સોની મહેનતના કારણે આ બાબત શક્ય બની છે. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી અમેરિકા સહિત દુનિયાના દેશોમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના કારણે મોતનો આંકડો ૩૦ લાખ કરતા ઉપર પહોંચી ગયો છે. સાથે સાથે કેસોની સંખ્યા ૧૬ કરોડના આંકડાને પાર કરી ગઇ છે. વિશ્વમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હવે વધીને ૩૩.૩૧ લાખ સુધી પહોંચી ગઇ છે. જ્યારે કેસોની સંખ્યા ૧૬ કરોડના આંકડાને પાર કરી ગઇ છે. યુરોપના દેશો વધારે ત્રાહીમામ પોકારી ગયા છે. દરરોજ લાખો નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. હજારો લોકો કોરોનાના મુખમાં જઇ રહ્યા છે. કેસોની સંખ્યા વધીને ૧૬ કરોડના આંકડાને પાર કરી ગઇ છે. હાલમાં ભારતની સ્થિતી સૌથી વધારે ખરાબ થયેલી છે.અમેરિકા સહિતના દેશોમાં હાલમાં વેક્સીન કામગીરી ચાલી રહી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button