નવી દિલ્હી

ગુજરાત બે મોરચે લડે છેઃ પહેલાં કોરોના વોર્ડ, હવે મ્યુકર માઇક્રોસિસ વોર્ડ ઉભા કરાશે

 

ગાંધીનગર,તા.૧૩
ગુજરાતમાં કોરોના સંક્રમણ સાથે નવા રોગ મ્યુકર માઇક્રોસિસનો ઉપદ્રવ વધી ચૂક્યો છે. આ રોગના કારણે હોસ્પિટલોમાં કોરોના વોર્ડની જેમ આ નવા રોગ માટે પણ અલાયદા વોર્ડની આવશ્યકતા ઉભી થઇ છે. શહેરો અને ગામડામાં સતત વધી રહેલા મ્યુકર માઇક્રોસિસના કેસોના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોની ચિંતામાં વધારો થયો છે.
રાજ્યમાં કોરોના સંકટ તો ચાલી રહ્યું છે પરંતુ તેની સારવાર દરમ્યાન અને તે પછી દર્દીઓ મ્યુકર માઇક્રોસિસનો શિકાર બની રહ્યાં છે. ડાયાબિટીસ દર્દીની કોરોના સારવારમાં વપરાતી સ્ટિરોઇડ અને અન્ય દવાઓના કારણે દર્દીના શરીરમાં બીજા જાેખમો ઉભા થઇ રહ્યાં છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં તો મ્યુકર માઇક્રોસિસના કેસો વધ્યાં છે પરંતુ હવે ગામડાઓ પણ શિકાર બની રહ્યાં છે.
અમદાવાદ, સુરત અને રાજકોટમાં સરકારી હોસ્પિટલોને આ નવા રોગ માટેના અલાયદા વોર્ડ શરૂ કરવા પડ્યા છે. એકમાત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઇક્રોસિસના એક જ દિવસમાં ૮૬ દર્દીઓ વધી ગયા છે. અગાઉથી આ પ્રકારના દર્દીઓ માટે ચાર વોર્ડ ફાળવવામાં આવ્યા હતા પરંતુ વોર્ડની સંખ્યા વધારવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. બે દિવસમાં વધુ પાંચ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે.સુરત શહેરમાં મ્યુકર માઇક્રોસિસના કુલ ૧૮૫ કેસ નોંધાયા છે જે પૈકી ૬૭ દર્દીઓ સાજા થયાં છે અને ૯૯ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. આ રોગની સારવારમાં વપરાતા ઇન્જેકશનની પણ ભારે અછત સર્જાઇ રહી છે. વડોદરામાં આ રોસના ૨૦૦થી વધુ દર્દીઓ છે. રાજકોટની સિવિલમાં મ્યુકર માઇક્રોસિસના દર્દીઓ માટે ૨૦૦ વોર્ડ શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ કેસ વધતાં બેડની સંખ્યા ૪૦૦ કરવામાં આવી છે.
બીજી તરફ સુરત અને વડોદરામાં પણ મ્યુકરમાઈકોસિસના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં ૧૮૫ કેસ સામે આવ્યા છે જ્યારે ૬૭ જેટલા દર્દીઓ સાજા થયા છે અને ૯૯ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે સુરતમાં મ્યુકરમાઈકોસિસના કેસ વધતા તંત્ર પણ સાબદું બન્યું છે સુરતમાં મ્યુકરમાઈકોસિસના આંતક દિવસે દિવસે વધતો જાય છે, એવામાં સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા ઈન્જેક્શનની પણ ભારે અછત સર્જાઈ છે અમદાવાદમાં પણ કેસ વધતા ઈન્જેક્શનની અછત સર્જાઈ છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન ૨૦થીવધુ કેસ આવી રહ્યાં છે જે પૈકી રોજના છ થી સાત ઓપરેશન કરવામાં આવે છે. મોટાભાગના કેસોમાં નાક અને આંખમાં ઇન્ફેક્શન વધુ જાેવા મળે છે. પાંચ ટકા કેસોમાં દર્દીઓને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે જ્યારે ૧૦ ટકા કેસોમાં દર્દીઓનું તાળવું કાઢવું પડે છે. સિનિયર ડોક્ટર બેલાબેન પ્રજાપતિએ કહ્યું હતું કે માથામાં દુખાવો, આંખમાં સોજાે, તાળવામાં મુશ્કેલી, મોઢા પર સોજા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવી પડે છે.
નિષ્ણાંતો કહે છે કે મ્યુકર માઇક્રોસિસથી બચવા માટે એન-૯૫ માસ્ક પહેરી રાખવું જરૂરી છે. વધુ પડતી ધૂળ સાથે સંપર્ક રાખવો નહીં. ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ અને પાણીથી સાફ કરવો જાેઇએ. હાઇરીસ્ક ગ્રુપ્ના વ્યક્તિ જેવાં કે અનક્ધટ્રોલ્ડ ડાયાબિટીસ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તે, ડ્રગ્સનું સેવન કરનારા, લાંબાસમયથી સ્ટીરોઇડ લેનારા અને ત્વચા પર કોઇ સર્જરી કરનારા વ્યક્તિને ઝડપથી આ રોગ લાગુ પડતો હોય છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button