નવી દિલ્હી

દિલ્હીની યુવતિ પર ૨૮ નરાધમો દ્વારા દુષ્કર્મ યુવતિ પર ૨૮ દ્વારા દુષ્કર્મ

ફેસબુક પર મિત્રતા કરી બહાનાથી ગામમાં બોલાવી કૃત્ય

 

 

Advertisement

નવી દિલ્હી,તા.૧૪
ફેસબુક પર મિત્રતાકરીને દિલ્હીની યુવતિ સાથે ૨૮ નરાધમો દ્વારા સામુહિક દુષ્કર્મ કરવાની ચોંકાવનારી અને કમકમાટીભરી ઘટના સપાટી પર આવી છે. આ ઘટના ત્રીજી મેના દિવસે બની હતી. યુવતિની ફેસબુક પર હસનપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના રામગઢ નિવાસી સાગર સાથે મિત્રતા થઇ ગઇ હતી. સાગરે યુવતિ સાથે લગ્ન કરવાની વાત કરી હતી. લગ્નની લાલચ આપીને યુવતિને પરિવારના સભ્યોને મળાવવાના બહાને પોતાના ગામમાં બોલાવી હતી. યુવતિ જ્યારે ત્યાં પહોંચી ત્યારે સાગર સહિત ૨૨ લોકોએ દુષ્કર્મ કર્યુ હતુ. આગલા દિવસે તેના બીજા છ શખ્સોએ પણ રેપ ગુજાર્યો હતો. પોલીસે કુલ ૨૮ લોકોની સામે કેસ દાખલ કર્યો છે. પિડિતાએ પોલીસ સમક્ષ નોંધાયેલી ફરિયાદમાં કહ્યુ છે કે સાગરના કહેવા પર તે ત્રીજી મેના દિવસે હોડલ પહોંચી હતી. ત્યારબાદ સાગર તેને પોતોના ગામ રામગઢ લઇ જવાના બદલે ગામની નજીક જંગલમાં ટ્યુબવેલ પર લઇ ગયો હતો. ત્યાં ૨૨ લોકો પહોંચીગયા હતા. ત્યાં સાગર, તેના ભાઇ અને તમામ ૨૨ લોકોએ તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. સવારે અન્ય છ લોકોએ તેના પર રેપ ગુજાર્યોહતો. ત્યારબાદ સાગર પોતાના ત્રણ સાથી સાથે મળીને ગાડીમાં નાંખીને બદરપુર બોર્ડર પર ફેંકીને જતા રહ્યાહતા. પિડિતા જેમ તેમ ઘરે પહોચ્યા બાદ તેની હાલત ખરાબ છે. બુધવારના દિવસે તે હસનપુર પોલીસ સ્ટેશન પહોંચીહતી. ત્યારબાદ ફરિયાદ કરી હતી. તબીબી તપાસ બાદ નરાધમો સામે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી શખ્સોની ધરપકડ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ મામલે જે દોષિત રહેશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. યુવતિ પર સામુહિક દુષ્કર્મની ઘટનાના કારણે હાહાકાર મચી ગયો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button