આણંદ

ચરોતરના ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ બેકાબુ, વધુ ૨ ગામોમાં કરવામાં આવ્યું લોકડાઉન

મહેળાવ અને ખેડા જીલ્લાના ભલાડા ગામે કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયા

આણંદ, તા. ૧૪
ચરોતરમાં છેલ્લા એક મહિનાથી કોરોના વાયરસે કાળો કેર મચાવ્યો છે ત્યારે રોજબરોજ કોરોના વાયરસના કેસોમાં વધારો જાેવા મળ્યો છે. વધતા કોરોનાના સંક્રમણને લઈને આણંદ ખેડા જીલ્લાના અનેક ગામડાઓમાં સ્વૈચ્છિક તથા સંપુર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ચરોતરમાં વધુ બે ગામોમાં આજથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે આણંદ જીલ્લાના પેટલાદ તાલુકાના મહેળાવ ગામના છેલ્લા સપ્તાહમાં કેટલાક કોરોનાના શંકાસ્પદ કેસો તથા કોરોનાથી શંકાસ્પદ મૃત્યુ થતા મહેળાવ ગામમાં બપોરે બે વાગ્યા પછી સંપુર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ લોકડાઉન તા. ૧૩ મે થી ૧૯ મે સુધી ૮ દિવસનું લાદવામાં આવ્યું છે. વધુમાં મહેળાવ ગામના સરપંચ નગીનભાઈ પટેલ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે મહેળાવ ગામમાં હાલમાં ૨૦ થી વધુ કોરોનાના કેસો એક્ટીવ છે. છેલ્લા વર્ષમાં ગામમાં કુલ ૫૦ થી વધુ કેસો નોંધાયેલા છે. હાલમાં ચાર થી પાંચ કેસ ઓકસીજન પર હોવાથી અને છેલ્લા ૨૪ કલાકમાં ગામમાં બે લોકોના શંકાસ્પદ કોરોનાથી દુખદ મોત થતા ગ્રામજનો,વેપારીઓ તથા આરોગ્ય શાખા સાથે મીટીંગ કરી મહેળાવગામમાં એક સપ્તાહ માટે બપોરે બે વાગ્યા પછી સંપુર્ણ સ્વૈચ્છીક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તથા ગ્રામજનોને કોરોનાની ગાઈડલાઈનનું સંપુર્ણ પાલન કરી માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના નિયમનું અવશ્ય પાલન કરવા માટે જણાવ્યું છે. વધુમાં ગામમાં કોઈને કોઈપણ વ્યક્તિને કોરોના વાયરસના લક્ષણ જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.
મહત્વનું છે કે ખેડા જીલ્લાના ભલાડા ગામે છેલ્લા કેટલાક સપ્તાહથી કોરોના વાયરસના શંકાસ્પદ કેસો મળી આવતા અગાઉ એક સપ્તાહ સુધી ગ્રામજનોના સહયોગથી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ ગામમાં શંકાસ્પદ કેસોમાં વધારો થતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસનું સંપુર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભલાડામાં તા. ૧૪ મે ૨૦૨૧ થી તા. ૧૬ મે ૨૦૨૧ સુધી ગામલોકોના સહયોગથી તથા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સંપુર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે. તા. ૧૨ મે ૨૦૨૧ ના રોજ સરપંચ દ્વારા ગ્રામજનોને જણાવવાનું આવ્યું હતું કે ગામમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું હોવાથી તા. ૧૪ થી ત્રણ દિવસનું સંપુર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાથી ૧૩ તારીખે જીવન જરુરીયાતની વસ્તુ સહિત ખરીદી લેવા જણાવ્યું હતું. આજથી સંપુર્ણ લોકડાઉન જાહેર કર્યું હોવાના કારણે સમગ્ર ગ્રામજનો દ્વારા આ લોકડાઉનને આવકારીને સમગ્ર ગામમાં સન્નાટો છવાઈ ગયો
હતો.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button