આણંદ

માતાના ગર્ભમાંથી એન્ટીબોડી સાથે વાયરસ લઈને જન્મેલા બાળકનું ૨૧ હજાર ડીડાઈમર હોવા છતાં ડોકટરોએ નવજીવન બક્ષ્યું

આણંદ, તા. ૧૪
નડીયાદની નિર્મિતા અખાજાને ખાનગી હોસ્પિટલમાં પ્રસૃતિ માટે દાખલ થયા હતા.તેઓ ૨૦ એપ્રિલ એક નવજાત બાળકને જન્મે આપ્યો હતો. જન્મતાની સાથે બાળક શ્વાસની તકલીફ જણાઇ હતી જેથી આણંદની આકાંશ હોસ્પિટલમાં દાખલ કરાતાં ત્યાં ડૉ. બિરાજ ઠકકરે જણાવ્યું હતું કે, બાળકનું ઓક્સિજન લેવલ ૮૫ જ હતું, બ્લડ પ્રેશરઓછું હતું. હદયનું પંપિગ ઓછું હતું, મેડિકલ રોપોર્ટ એસિટની માત્રા વધારે હતી. લિવર અને કિડની રિપોર્ટ ગંભીર હતો. માતા અને બાળકનો રીપોર્ટ નેગેટીવ હતો. તેમજ છતાં એન્ટીબોડી શરીરે નુકશાન કર્યું હતું. ૫૦૦ની જ્ગ્યાએ ૨૧ હજાર ડિડાઇમર હતું. જેથી ૭ દિવસ વેન્ટીલેટર પર રાખ્યાબાદ ઓક્સિજનની મદદ ૧૮ દિવસમાં બાળકને નવજીવન આપીને માતાને સોંપાયું હતું. આ આકાંક્ષા હોસ્પિટલમાં નવજાત બાળકની સારવારનાં નિષ્ણાત ડો.બિરાજ ઠક્કરે જણાવ્યું હતું કે નવજાત શિશુને અહીં દાખલ કરાયું ત્યારે તે મોત સામે ઝઝૂમી રહ્યું હતું. આ પડકારજનક સ્થિતિમાં નવજાત શિશુને શ્વાસ લેવામાં તકલીફ, હૃદયનું પંપિંગ પણ ઓછું અને જે કારણે બ્લડપ્રેશર ઓછું જણાતાં તેને તાત્કાલિક વેન્ટિલેટર પર લઈ સારવાર શરૂ કરી હતી. વધુ તપાસ અને મેડિકલ રિપોર્ટમાં એસિડની માત્રા વધારે હતી અને લિવર તેમજ કિડની રિપોર્ટ પણ અતિગંભીર જણાયા હતા. આ પરિસ્થિતિમાં બાળકને કોરોનાની શક્યતા જણાતી હતી. જાેકે પ્રસૂતિ સમયે માતાના કોવિડ રિપોર્ટ નેગેટિવ હતા. અમે અહીં ફરી વખત માતાના કોવિડ રિપોર્ટ કરાવ્યા તો એ પણ નેગેટિવ આવ્યો હતો. શિશુના કોવિડ રિપોર્ટ પણ નેગેટિવ આવતાં રોગનું કારણ પકડવામાં અસમંજસતા પ્રવર્તી હતી. ડો.બિરાજ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાં બ્લડના તમામ રિપોર્ટ કરાવ્યા, જેમાં ચોંકાવનારી સ્થિતિ જણાઈ આવી હતી.૨૦ એપ્રિલ ૨૦૨૧ ના રોજ જન્મેલ નવજાત શિશુનું ડિડાઈમર ૨૧૦૦૦થી વધુ હતું, પ્રોબીએનપી ૯૦૦૦થી વધુ હતું. આ પરિસ્થિતિમાં શિશુના એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યા એ પોઝિટિવ આવ્યા હતા. જે દ્વારા તારણ કાઢ્યું કે બાળકના ગર્ભકાળ દરમિયાન માતાને કોરોના સંક્રમણ થયું હોય અને જે એન્ટિબોડી ગર્ભમાં રહેલા બાળકને પહોંચ્યા અને તેની કિડની, હૃદય અને લિવરની તંદુરસ્તીને ભારે નુકસાનકારક રહ્યા છે. આ રોગને મેડિકલ ભાષામાં “મલ્ટી સિસ્ટમ ઇન્ફેલેમેટરી સિન્ડ્રોમ ઓફ ન્યૂબોર્ન “કહેવામાં આવે છે. આ અંગે નવજાત શિશુની માતા નિર્મિતા અખાજાએ જણાવ્યું હતું કે મારા માટે આ ડોકટર જ ભગવાન છે. હું મારા બાળકને જાેવા માટે તરસતી હતી. પરિવારજનોએ આ કપરી પરિસ્થિતિ તેના ચહેરે લાવા દીધી નહોતી. ડોક્ટરે ૧૮ દિવસ બાદ મારા પુત્રને હસતો-ખેલતો મારા ખોળે મૂક્યો. એ દિવસ દુનિયાનો શ્રેષ્ઠ દિવસ હતો. મને સઘળી જાણકારી આપી હતી. જાેકે મને ક્યારે કોરોના થયો અને ક્યારે મટ્યો મને ખબર નથી. આ દીકરાનું નામ અમે હેતાર્થ પાડ્યું છે. જાેકે પરિવારજનો તેને લાડકા નામ હરિથી સંબોધે છે.

આણંદમાં અત્યાર સુધી ૩ બાળકોમાં આવા લક્ષણો જણાયા
માતાને થયેલા કોરોના સામે લડી આવેલા એન્ટીબોડી બાળકના ગર્ભ પ્રવેશ ત્યારે તેની કિડની,હદય અને લિવરને નુકશાન કરે છે.તેને મલ્ટી સિસ્ટમ ઇન્ફેલેમેટરી સિન્ડ્રોમ ઓફ ન્યુબોર્ન તરીકે ઓળખાય છે. આણંદ ૩ બાળકોમાં આવા લક્ષણો હતાં. જેમાંથી ૨નું ડિડાઇમર ૮૦૦૦ની આસપાસ હતું.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button