આણંદ

આણંદ ગ્રામ્ય વિસ્તારોમાં બીસ્માર માર્ગથી વાહન ચાલકો પરેશાન

આણંદ, તા. ૧૪
આણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગો બિસ્માર થઈ ગયા છે. તેનું સમારકામ કરવામાં આવતું નથી. જેને કારણે ગ્રામ્ય વિસ્તારના માર્ગો હાલ તો ઉંટની સવારી સમાન બની ગયા છે. માર્ગ બિસ્માર હોવાથી ગ્રામ્ય વિસ્તારની પ્રજા પરેશાન થઈ ગઈ છે. આ અંગે માર્ગ મકાન વિભાગમાં વારંવાર રજુઆત કરવા છતાં સમારકામ થતું નથી. જેને લઈને ભારે નારાજગી જાેવા મળી છે. મોગરથી શનાપુરા જતા માર્ગ પર નાળા ઉપર જ મોટો ભુવો પડી ગયો છે. અઢી ફુટ પહોળો અનો દોઢ ફુટ ઉંડો ભુવો છેલ્લા કેટલાક સમયથી પડ્યો છે. તેમ છતાં આ જગ્યાએથી પસાર થતા નેતાઓને સરકારી અધિકારીઓને દેખાતો નથી. માર્ગ બિસ્માર હોવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી થતી નથી. જાે ચોમાસા પહેલા બિસ્માર માર્ગોનું સમારકામ નહી થાય તો ચોમાસામાં વાહન ચાલકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડશે. ગ્રામ્ય વિસ્તારના કેટલાક માર્ગો તો બનાયા પછી ક્યારેય સમારકામ કરવામાં આવ્યું નથી. જેના કારણે સ્થાનિક પ્રજાને તથા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ પડે છે. આ અંગેે માર્ગ મકાન વિભાગ અને તાલુકા કક્ષાએ રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button