આણંદ

ચરોતરમાં રમઝાન ઈદની સાદગીપુર્ણ રીતે ઉજવણી

આણંદ, તા. ૧૪
આણંદ ખેડા જીલ્લામાં પવિત્ર રમઝાન માસમાં શુક્રવારે મુસ્લીમ બિરાદરો દ્વારા ઈદ્દુલ ફિત્રની ઉજવણી સાદગીપુર્ણ રીતે કરવામાં આવી હતી. કોરોનાની મહામારીને પગલે આ વખતે પણ આંશિક લોકડાઉન હોવાથી મુસ્લીમ સમાજ દ્વારા મસ્જીદો અને ઈદગાહમાં નમાજ અદા કરવામાં આવી ન હતી. પરંતુ ઘરે જ પોતાના પરિવારો સાથે ભેગા મળીને નમાજ અદા કરી અલ્લાહની બદંગી કરવામાં આવી હતી.
રમજાન ઈદના પગલે આણંદ શહેરના ઈસ્માઈલનગર, સલાટીયા વિસ્તાર સહિતની સોસાયટીઓમાં ઈદ પર્વની ઉજવણી સાદગીપુર્ણ રીતે કરવામાં આવી હતી. જાેકે વહેલી સવારથી જ મુસ્લીમો પરિવારો સવારે અલ્લાહની બદંગી કરી કરી નમાજ અદા કરવામાં આવી હતી. ત્યારબાદ આડોસી પાડોસી સાથે ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે સાથે મુસ્લીમ ટ્રસ્ટો દ્વારા કોરોનાની મહામારીને ધ્યાને લઈ અનોખી રીતે ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેટલાક ટ્રસ્ટો દ્વારા કોરોનાને ધ્યાને લઈ ઈમ્યુનીટી વધારે તેવી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ ગરીબ પરિવારોને પણ જરુરી અનાજ સહિતની કીટનું વિતરણ કરીને ઈદ પર્વની ઉજવણી કરાઈ હતી. આ ઉપરાંત બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ અને ભાલેજ સહિતના ગામોમાં પણ ઈદ પર્વ નિમિત્તે મુસ્લીમ બિરાદરો દ્વારા ઘરમાં જ કુરાન પઢીને અલ્લાહની બદંગી કરી હતી. મુસ્લીમ સમાજ દ્વારા ભેગા મળીને કોરોનાની મહામારીમાંથી સમગ્ર વિશ્વને મુક્ત કરવા અલ્લાહને બદંગી કરવામાં આવી હતી. આણંદ શહેર ઉપરાંત બોરસદ, પેટલાદ, ખંભાત, તારાપુર, સોજીત્રા, આંકલાવ, ઉમરેઠ, બાકરોલ, રાવલી, નાપા, સીલવાઈ, નાપાડ-વાંટા સહિત નાના મોટા ગામોમાં પણ મુસ્લીમ બિરાદરો મસ્જીદ અને ઈદગાહમાં ઈદની નમાજ અદા કરવામાં આવી ન હતી. આણંદ ગુજરાતી ચોક, ઈસ્માઈલનગર સહિતના બજારોમાં એક સપ્તાહ પહેલા ખરીદીનો માહોલ જાેવા મળે છે. સેવૈયા, મોગલાઈ વાનગીઓ, કબાબ સમોસા, હલીમ વગેરે સહિતની મીઠાઈઓ બનાવીને મુક્તિ સમાજ દ્વારા એકબીજાના મોં મીઠા કરાવીને ઈદની શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button