આણંદ

નોલેજ ગ્રુપ આણંદની માનવીય પહેલ, કોરોનાને કારણે માતા- પિતા ગુમાવનાર સગીર વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અભ્યાસ પુરો પડાશે

આણંદ, તા. ૧૪
શિક્ષણ ધામની એક શૈક્ષણિક સંસ્થા નોલેજ ગ્રુપ દ્વારા એક સરાહનિય પહેલ કરવામાં આવી છે. જે પહેલ છે જે કોઈ વિદ્યાર્થીઓએ માતા પિતાની છત્રછાયા કોરોના કાળ દરમિયાન ગુમાવી હોય તેવા વિદ્યાર્થીઓ અને સંસ્થામાં તદ્દન નિઃશુલ્ક અભ્યાસ પુરો પાડવામાં આવશે. નોલેજ ગ્રુપની વિવિધ ફેકલ્ટીઓમાં થઈને ૪૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નોલેજ ગ્રુપના ચેરમેન રાજેશભાઈ ચૌહાણે ચરોતરનો અવાજ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નોલેજ ગ્રુપ એ હરહંમેશ જરુરીયાતમંદોની પડખે જ હોય છે. થોડા સમય પહેલા વધતા કેસોને ધ્યાનમાં લઈ શૈક્ષણિક સંસ્થામાં આવેલ પોતાની હોસ્ટેલને આઈસોલેશન માટે આપવાની પહેલ પણ ખાનગી સંસ્થામાં નોલેજ ગ્રુપે કરી હતી. નોલેજ ગ્રુપના આઈસોલેશન વોર્ડમાં દાખલ દર્દીઓને સ્વસ્થ કરી ઘરે ભાવભરી વિદાય આપી હતી.
કોરોનાને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવા પરિવારના વિદ્યાર્થીઓને નોલેજ ગ્રુપની વિવિધ સંસ્થાઓમાં વિના મુલ્યે અભ્યાસ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બાબતે રાજેશભાઈ ચૌહાણ દ્વારા સોશ્યલ મીડીયાના માધ્યમથી જણાવ્યું હતું કે માત્ર ચરોતરના નહી પરંતુ ગુજરાતના તમામ સગીર વયના બાળકો જેઓના માતા પિતા કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હોય તેઓને નોલેજ ગ્રુપ આણંદ સંચાલિત તમામ સંસ્થાઓમાં જ્યાં સુધી અભ્યાસ કરવા માંગે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ફી લીધા વગર શિક્ષણ, હોસ્ટેલમાં રહેવા જમવાનું અને તેમની સંપુર્ણ જરુરીયાતો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ રાજેશભાઈ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે જુનીયર કેજીથી લઈને ધો. ૧૨ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમથી તેમજ એન્જીનરીંગ, ફિઝીયોથેરાપી, નર્સ્િંાગ કોલેજ તેમજ હોટલ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦૦૦ થી વધુ છે. જાે કોઈ વિદ્યાર્થી સગીર વયનો હશે અને તેણે માતા પિતા ગુમાવ્યા હશે તો તેવા દરેક વિદ્યાર્થીઓને સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button