નવી દિલ્હી

યુધ્ધની તૈયારી: ઈઝરાયલ,ગાઝા બોર્ડર પર કરાયો ટેન્કોેનો ખડકલો

ગાઝા બોર્ડર પર મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા અને ૯ હજારને એલર્ટ મોડમાં રાખ્યા

 

ઇઝરાયેલ,તા.૧૫
ઈઝરાયલ યુદ્ધની પૂરી તૈયારી કરી ચૂક્યું છે. ગાઝાની ઉત્તરે તેણે ભારે બોંબમારો કર્યો. પેલેસ્ટાઈનના ઉગ્રવારી સંગઠન હમાસની વ્યાપક જાળને તોડવા માટે તેણે બોંબનો માર્યો કર્યો. તે પછી પેલેસ્ટાઈનના ઘણા લોકોએ પોતાના બાળકો અન સામાનની સાથે આ વિસ્તાર છોડી દીધો. હુમલામાં એક જ પરિવારના છ સભ્યો પોતાના ઘરમાં માર્યા ગયા. ઈઝરાયલે હમાસ સામે લડવા માટે ગાઝા સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા છે. તેણે સરહદે ટેન્કો પણ ખડકી દીધી છે. તે ઉપરાંત ૯ હજાર સૈનિકોને તૈયાર રહેવા કહ્યું છે.
ગાઝા પર હમાસનો કબજાે છે. તો, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લડાઈ ચાલુ રાખવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે, પહેલા જ કહ્યું હતું કે, હમાસને ભારે કિંમત ચૂકવવી પડશે. અમે તે જ કરી રહ્યા છીએ. પેલેસ્ટાઈનના ઉગ્રવાદીઓએ લગભગ ૧,૮૦૦ રોકેટ છોડ્યા. તેના જવાબમાં ઈઝરાયલની સેનાએ ૬૦૦થી વધુ હવાઈ હુમલા કયર્‌.િ તેમાં ઓછામાં ઓછી ત્રણ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ. આંતરાષ્ટ્રીય સ્તર પર સંઘર્ષ વિરામના પ્રયાસો છતાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની આશંકા વધતી જઈ રહી છે.
ઈઝરાયલમાં ચોથી રાત્રે પણ સાંપ્રદાયિક હિંસા થયા બાદ લડાઈ વધારે ઉગ્ર બની ગઈ. યહુદી અને આરબ જૂથો વચ્ચે લોડ શહેરમાં અથડામણ થઈ. પોલીસની હાજરી વધારવાના આદેશ છતાં આ અથડામણો થઈ. ગાઝા શહેરના બહારના વિસ્તારમાં વિસ્ફોટોને કારણે આકાશમાં ધૂમાડાના ગોટેગોટા ઉડતા જાેવા મળ્યા.
ઉત્તર ગાઝા પટ્ટીમાં રફાત તનાની, તેમની ગર્ભવતી પત્ની અને ચાર બાળકો ઈઝરાયલના હુમલામાં માર્યા ગયા. રફાતના ભાઈ ફાદીએ જણાવ્યું કે, જ્યારે હુમલો થયો ત્યારે રફાત અને તેનો પરિવાર સૂવા જઈ રહ્યો હતો. હુમલામાં ઈમારતના માલિક અને તેમની પત્નીના પણ મોત થઈ ગયા.આ લડાઈ સોમવારે શરૂ થઈ જ્યારે જેરુસલેમને બચાવવાના દાવા સાથે હમાસે ઈઝરાયલ પર રોકેટ છોડવાનું શરૂ કર્યું. ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરતા ઘણા હવાઈ હુમલા કર્યા ત્યારથી ઈઝરાયલે ગાઝામાં હમાસના સંખ્યાબંધ અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. ગાઝા ઉગ્રવાદીઓએ ઈઝરાયલમાં લગભગ ૨ હજાર રોકેટ છોડ્યા, જેનાથી દેશના દક્ષિણ ક્ષેત્રમાં જનજીવન ઠપ થઈ ગયું. તેલ અવીવ શહેરને નિશાન બનાવીને પણ ઘણા રોકેટ છોડવામાં આવ્યા.
ગાઝાના આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, હુમલામાં ૧૧૯ લોકો માર્યા ગયા છે. તેમાં ૩૧ બાળકો અને ૧૯ મહિલાઓ સામેલ છે. જ્યારે કે ૮૩૦ લોકો ઘાયલ થયા છે. હમાસ અને ઈસ્લામિક જેહાદ ઉગ્રવાદી જૂથે ૨૦ લોકો માયરિ્ ગયાની પુષ્ટિ કરી છે. જાેકે, ઈઝરાયલે કહ્યું કે, સંખ્યા તેનાથી ઘણી વધારે છે. ઈઝરાયલમાં ૭ લોકોના મોત થયા છે. તેમાં છ વર્ષનું બાળક અને એક સૈનિક સામેલ છે.
ગાઝા સિટીના બહારના વિસ્તારમાં ઈઝરાયલ સાથે જાેડાયેલી ઉત્તર અને પૂર્વ સરહદની નજીક રહેતા ઘણા પેલેસ્ટાઈની પરિવારો શુક્રવારે દારુગોળા અને બોંબથી હુમલા બાદ પોતાના બાળકો અને સામાન લઈને ત્યાંથી સલામત સ્થળે જતા રહ્યા. શહેરમાંથી આ લોકો ટ્રકમ બેસી, પગપાળા કે અન્ય પશુઓ પર બેસીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંચાલિત સ્કૂલોમાં પહોંચ્યા. કુલ ૧૩ બાળકો સહિત પોતાના પરિવારના ૧૯ સભ્યો સાથે અહીં પહોંચેલી હેદૈયા મારુફે કહ્યું કે, અમે તો રાત્રે નીકળવાના હતા. પરંતુ, ઈઝરાયલના વિમાનો દ્વારા બોંબ ફેંકાતા હોવાથી અમારે સવાર સુધી રાહ જાેવી પડી. બાળકો ઘણા ગભરાઈ ગયા હતા અને બૂમો પાડી રહ્યા હતા. અમને તેમના માટે ડર લાગી રહ્યો હતો.ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લડાઈ ચાલુ રાખવાની હાકલ કરતા એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, મેં કહ્યું હતું કે, હમાસને ઘણી ભારે કિંમત વસૂલ કરશે. અમે એ જ કરી રહ્યા છીએ અને ભારે તાકાતની સાથે એ કરતા જ રહીશું.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button