નવી દિલ્હી

ભારતમાં દરરોજ ૨૦ લાખ લોકોને વેક્સીન રાજ્યોને ૧.૯૨ કરોડ ડોઝ

ફાર્મા કંપનીઓને ઓર્ડર આપી દેવાયા:અહેવાલમાં દાવો

 

નવી દિલ્હી,તા.૧૫
કોરોના મહામારીનો પ્રકોપ વચ્ચે વેક્સીન આપવાની કામગીરી જાેરદાર રીતે જારી રાખવાની તમામ રાજ્યોની તૈયારી છે. આ પ્રક્રિયા ચાલી પણ રહી છે પરંતુ હાલમાં જુદા જુદા રાજ્યોમાં વેક્સીન ખુટી પડી છે. કેન્દ્ર સરકારે હવે ૧૬મી મેથી લઇને ૩૧મી મે વચ્ચેના ગાળામાં વેક્સીન આપવાની પ્રક્રિયા હેઠળ રાજ્યોને ૧.૯૨ કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવશે. બે દિવસમાં જ આ ડોઝ રાજ્યોને મળી જશે. રાજ્યોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો આંકડો ઓછો છે. દેશમાં દરરોજ ૨૦ લાખથી વધારે લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. આ હિસાથી તો ત્રણ કરોડ ડોઝની જરૂર છે. જાે કે કેન્દ્ર સરકાર ૧.૯૨ કરોડ ડોઝ આપવા જઇ રહી છે. પહેલી મેથી ૧૦ મે વચ્ચેના ગાળામાં ૨૨.૬૧ ટકા સંક્રમણ દર મળ્યો છે. દેશમાં ૩૧ કરોડથી વધુ ટેસ્ટિંગ કરાયા છે. છેલ્લા ૧૪ દિવસથી લાખો લોકો કોરોનાને પછડાટ આપી રહ્યા છે.
આંકડા દર્શાવે છે કે હરિયાણા, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં હવે હાલત ખરાબ થઇ રહી છે. હરિયાણાના ૨૨જિલ્લામાં ૧૦૦ ટકા કરતા વધારે સંક્રમિત મળ્યા છે. મહામારીની માર આઅલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સ્તર પર નજરે પડી રહી છે. હજુ સુધી મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરપ્રદેશમાં હાલત વધારે ખરાબ હતી. હવે મહામારીની અસર એવા રાજ્યોમાં વધારે જાેવા મળી રહી છે જે રાજ્યોમાં અસર ઓછી રહી છે. જે રાજ્યોમાં કેસો વધારે હતા ત્યાં કેસો ઘટી રહ્યા છે જ્યારે જ્યાં કેસો ઓછા હતા ત્યાં વધી રહ્યા છે. મધ્યપ્રદેશમાં હાલમાં ૪૫ જિલ્લા એવા છે જ્યાં કોરોના સંક્રમણનો દર ૧૦ ટકા અને ૨૮ જિલ્લામાં ૨૦ ટકા કરતા વધારે છે.
આ રાજ્યોમાં સંક્રમણનો દર જાેરદાર રીતે વધી રહ્યો છે. આના કારણે હોસ્પિટલો પર ભાર વધી રહ્યો છે. કર્ણાટકમાં હવે ૨૯ જિલ્લામાં સંક્રમણ દર ૧૦ ટકા કરતા વધારે છે. જાે કે ૨૯ પૈકી ૨૬ જિલ્લામાં આ દર ૨૦ ટકા કરતા વધારે છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button