નવી દિલ્હી

રાહત:છેલ્લા સાત દિવસના આંકડાથી પુરવાર બીજી લહેરનો પીક સમય પૂર્ણ

મોતનો ગ્રાફ હજુ ઉંચો હોવાથી સાવધાની અતિ જરૂરી છે

 

 

Advertisement

નવી દિલ્હી,તા.૧૫
કોરોનાની બીજી વિનાશકારી લહેરનો પીક સમય હવે નિકળી ગયો છે અથવા તો નિકળી રહ્યો છે. દરરોજ મળી રહેલા કેસોની સંખ્યા ચાર લાખ કરતા નીચે પહોંચી ગઇ છે. સાથે સાથે તપાસ સંક્રમણનો આંકડો ૨૦ ટકા કરતા નીચે પહોંચી ગયો છે. જેના આધાર પર આ વાત કરી શકાય છે. અલબત્ત હજુ મોતનો ગ્રાફ ઉંચો હોવાથી સાવધાની રાખવાની જરૂર છે. છેલ્લા સાત દિવસથી દરરોજ આશરે ચાર હજાર લોકોના મોત થઇ રહ્યા છે. આ આંકડો ચિતાજનક છે. જાે કે પીક સમય નિકળી ગયાબાદ મોટી રાહત તંત્રને થઇ છે. બીજી લહેરના કારણે આરોગ્ય વ્યવસ્થા હાલમાં ખોરવાઇ ગઇ હતી. આંકડા દર્શાવે છે કે દેશના ૫૨૮ જિલ્લામાં કોરોનાનો સંક્રમણ દર હજુ પણ ૧૦ ટકા કરતા વધારે છે. આ પૈકી ૨૯૮ જિલ્લા એવા છે.
જ્યાં સંક્રમણ દર ૨૦ ટકા કરતા વધારે છે. જ્યાં સુધી સંક્રમણ દર પાંચ ટકા કરતા નીચે ન પહોંચે ત્યાં સુધી જીત માટે દાવો કરી શકાય નહીં. દેશમાં વેક્સીન પ્રક્રિયા ચાલી રહી છે.
આ પ્રક્રિયાને વધારે ઝડપી કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. વાયરસની બીજી લહેર ખુબ જ ઘાતક પુરવાર થઇ રહી છે.ભારતમાં વધતા જતા કેસો વચ્ચે છેલ્લા ૮૨ દિવસોમાં દેશમાં કોરોનાના કેસોની સંખ્યા બે ગણી થઇ ગઇ છે.
પાંચ રાજ્યોમાં મોતના આંકડામાં વધારો થયો છે. કોરોનાની બીજી લહેરનો કહેર જારી છે. અલબત્ત તે હવે પ્રમાણમાં ધીમી પડી રહી છે. નિષ્ણાંતોના કહેવા મુજબ બીજી લહેરનો પીક સમય નિકળી ગયો છે.
તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યોછે. ૩૦મી એપ્રિલના દિવસે ચાર લાખ કેસ સપાટીપર આવ્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button