આણંદ

તૌકતે વાવાઝોડાએ દિશા બદલી હવે ખંભાતના દરીયા કિનારે અસર નહી થાય

અરબ સાગરમાં કેરલ નજીક સક્રિય ૧૬૦ કિલોમીટરની ઝડપે આગળ જતું રહેલું વાવાઝોડુ ફંટાવશે તો આફત ટળશે

આણંદ, તા. ૧૫
તૌકતે વાવાઝોડુ અરબ સાગર લક્ષદ્વીપમાં કેરલ નજીક સક્રિય બનેલું વાવાઝોડુ હાલમાં ૧૬૦ થી ૧૭૦ કિલોમીટરની ઝડપે દરીયા કાંઠા નજીક સક્રિય બન્યું છે. આગામી ૨૪ કલાકમાં મુંબઈના દરીયા કાંઠે ટાત્રકશે ત્યારે ૭૨ કલાક બાદ ગુજરાતના દરીયા કાંઠે ટકરાશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. જાે વાવાઝોડાની ગતિ યતાવત રહી કે વધી તો રાજ્યના મધ્ય ગુજરાતના ભાગોમાં ત્રાટકે તેવી સંભાવના છે. વાવાઝોડુ મંદ પડશે તો પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચરોતરમાં વાવાઝોડાની અસર ખંભાતના દરીયા કાંઠાના ગામોમાં વધુ થાય તેવી સંભાવના છે. જેને લઈને જીલ્લા વહીવટી તંત્ર અને ખંભાત મામલતદાર દ્વારા ખંભાત શહેર સહિત દરીયા કાંઠે આવેલા ૧૫ ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. તેમજ ઘરની બહાર તા. ૧૭ અને ૧૮ ના રોજ કામ સિવાય ન નીકળવા જણાવામાં આવ્યું છે.
ખંભાતના દરીયા કાંઠે આવેલા કલમસર, તરા તલાવ, તરકપુર, જુની-નવી આખોલ, રાલજ, રાજપુરા, પાંદડ, મીતલી, ગોલાણા જેવા દરીયા કાંઠે આવેલા વિસ્તારોમાં ગામોમાં સૌથી વધુ અસર થવાની સંભાવના છે. જેને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. ખંભાતના મામલતદારના જણાવ્યા અનુસાર સંભવિત વાવાઝોડાને ધ્યાને લઈ તલાટી સરપંચ, આગેવાનોની ટીમ બનાવવામાં આવી છે. તેમજ દરેક ગામમાં સરપંચ અને તલાટી દ્વારા દરીયા કાંઠે નજર રાખવામાં આવી છે. તેમજ વાવાઝોડાને પગલે લોકોને ખસેડવાના થાય તો તેને ધ્યાને લઈ ૨૦ આશ્રય સ્થાનો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ખંભાત શહેરમાં જ ત્રણ જગ્યાએ આશ્રય સ્થાન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કલમસર, રાલજ સહિતના વિસ્તારોમાં ટેકરા ઉપર આશ્રય સ્થાનો ઉભા કરવામાં આવ્યા છે.
ખંભાતના મામલતદારના જણાવ્યા અનુસાર દરીયા કાંઠાના ગામોમાં ઉભા કરવામાં આવેલા કોવીડ સેન્ટરના દર્દીઓને બાકરોલ સમરસ સેન્ટરમાં ખસેડવાની તૈયારી કરવામાં આવી છે. તેમજ જરુર પડે ખંભાતના દરીયા કાંઠાના ગામોમાં સાવચેતીના ભાગરુપે વધુ વ્યવસ્થા કરવામાં આવશે. આશ્રય સ્થાનો પર ૧૦૦ થી વધુ લોકો રહી શકે અને તેઓ માટે જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button