આણંદ

આણંદની અપરા હોસ્પિટલમાં સ્ટાફ અને દર્દીના સગાઓ વચ્ચે ઝપાઝપી થતા ભારે હોબાળો

આણંદ, તા. ૧૫
આણંદ શહેરની અપરા હોસ્પિટલમાં આજે સવારે હોસ્પિટલના તબીબો, સ્ટાફ અને મૃતક દર્દીના સગાઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જાેકે પાછળથી આ મામલે સમાધાન થયું હોવાનું જાણવા મળેલ છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરની અપરા હોસ્પિટલમાં ફરજ બજાવતા ભાવેશ આહીર, ડો. સુશીલા શાંતિલાલ, ડો. ક્રિશ્ના પટેલ, વિઠ્ઠલ સાધુ સહિતનો સ્ટાફ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે નડિયાદના જયેશભાઈ શશીકાન્ત શાહુના સગાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જેથી આ અંગે હોસ્પિટલના તબીબોએ પોલીસમાં આપેલી અરજી અનુસાર જયેશભાઈ શાહુ અને તેમના સગાઓએ આવી ડોકટરનું ગળુ પકડેલુંં અને બિભત્સ ગાળો બોલી હતી. અને ડોકટરનો મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો.
જ્યારે સામે પક્ષે જયેશભાઈ શાહુના જણાવ્યા અનુસાર તેઓના સગા હોસ્પિટલમાં હોય તેઓની સ્થિતિ ગંભીર બની હોય રાત્રે ફરજ પરના તબીબોને જાણ કરવા છતાં તેઓ સુઈ ગયા હોય દર્દીની સ્થિતિ જાેવા આવ્યા ન હતા. અને સવારે સમયસર સારવાર ન મળવાને કારણે તેમના સગાનું મોત નીપજ્યું હતું. અને સવારે આ અંગે સ્ટાફ અને તબીબોને જણાવતા તેઓએ દર્દીના સગાઓ સાથે અસભ્યતાભર્યું વર્તન કર્યું હતું. એકતરફ પરિવારના સદસ્યનું મોત નીપજ્યું હતું. તેના આઘાતમાં પરિવારજનો હતા ત્યાં બીજી તરફ હોસ્પિટલના તબીબો અને સ્ટાફનું ઉદ્ધતાઈભર્યા વર્તનથી સગાઓને વધુ આઘાત લાગ્યો હતો. અને જેને લઈને તબીબો અને દર્દીના સગાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ સમગ્ર મામલામાં હોસ્પિટલના તબીબો અને સ્ટાફનું અમાનવિય વર્તન સામે આવ્યું છે. તેમ દર્દીના સગાઓએ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ પર આક્ષેપ કર્યા હતા.

હોસ્પિટલના સ્ટાફે મીડીયાને ધોઈ નાખવાની ધમકીઓ આપી
હોસ્પિટલમાં દર્દીના સગાઓ અને સ્ટાફ વચ્ચે ઝપાઝપી થવાની ઘટનાની જાણકારી મળતા જ મીડીયા કર્મીઓ અપરા હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. અને ત્યાં મીડીયાકર્મીઓ દ્વારા વિડિયો શુટીંગ કરવાનું શરુ કરાતા જ હોસ્પિટલના સ્ટાફે મીડીયાને વીડીયો શુટીંગ કરવાની ના પાડી જાે વીડીયો શુટીંગ કરશો તો ધોઈ નાખીશું તેવી ધમકીઓ આપી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button