આણંદ

આણંદ શહેરમાં દુકાનો ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કરનાર ત્રણ વેપારીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો

આણંદ, તા. ૧૫
આણંદ શહેરમાં કોરોના વાયરસ મહામારીને લઈને દુકાનો ખોલવા પર નિયંત્રણ હોવા છતાં દુકાનો ખોલી જાહેરનામાનો ભંગ કરતા ત્રણ વેપારીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ ગુજરાતી ચોકમાં શુક્રવારે મોડી સાંજના સાત વાગ્યાના સુમારે અંબિકા ટ્રેડર્સ નામની દુકાન ખુલ્લી રાખનાર દિનેશભાઈ નરસિંહભાઈ પટેલની દુકાનમાં ખરીદી કરવા ગ્રાહકો આવેલા હોય અને જાહેરનામાનો ભંગ કરતા આબનાવ અંગે આણંદ ટાઉન પોલીસે દિનેશભાઈ નરસિંહભાઈ પટેલ રહે. આણંદ વઘાસી રોડ ચાવડા કોલોની અમુલ હાઈટ્‌સ સામે આણંદ વિરુદ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આણંદ ટાઉન પોલીસ મથકના પીએસઆઈ જે. કે. ભરવાડ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન શુક્રવારના સાંજના સમયે સો ફુટ રોડ ઉપર સરવરી હાઈટ્‌સ કોમ્પલેક્ષમાં એન. એચ. સેલ નામની ઈલેેક્ટ્રીકની દુકાન ખુલ્લી રાખી ગ્રાહકો વચ્ચે યોગ્ય ડીસ્ટન્સ જાળવેલું ન હોય પોલીસે દુકાનના માલિક સબ્બીરભાઈ અબ્દુલભાઈ વ્હોરા રહે. રહીમાનગર ભાગ-૨ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આણંદ શહેરમાં કોરોનાની મહામારીને લઈને રાત્રીના ૮ થી સવારના ૬ સુધી કરફ્યુન હોઈ તેની અમલવારી કરવા માટે પીએસઆઈ એ. એમ. શર્મા પેટ્રોલીંગમાં નીકળ્યા હતા ત્યારે બોરસદ ચોકડી નજીક સેન્ટ્રલ વેરહાઉસની સામે રાત્રીના સાડા આઠ વાગ્યાના સુમારે જય અંબે હેર આર્ટ નામની દુકાન ખુલ્લી હોય પોલીસે દુકાનના માલિક નારાયણભાઈ બાબુભાઈ વાળંદ રહે. એક્તાનગર બોરસદ ચોકડી આણંદ વિરુદ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button