આણંદ

બોરસદ રબારી ચકલા મટન માર્કેટ પાસે જુગાર રમતા છ ઝડપાયા

આણંદ, તા. ૧૫
બોરસદ શહેરમાં રબારી ચકલા વિસ્તારમાં મટન માર્કેટ પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બોરસદ ટાઉન પોલીસે છાપો મારી પાનાપત્તાનો જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી તેઓની પાસેથી જુગાર રમવાના પાનાપત્તા અને ૧૯૦૮૦ ની રોકડ રકમ કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો અનુસાર બોરસદ શહેરના રબારી ચકલા વિસ્તારમાં મટન માર્કેટ પાસે જુગાર રમાતો હોવાનીબાતમીના આધારે બોરસદ ટાઉન પોલીસે છાપો મારી પાનાપત્તાનો જુગાર રમતા મંજુરઅલી ઉર્ફે ગમગમ શૌકતઅલી સૈયદ રહે. સૈયદ ટેકરા બોરસદ, જયેશભાઈ બલરામભાઈ સીંધી રહે. બ્રાહ્મણવાડા બોરસદ, મહમંદયુનુસ ઉર્ફે ઈનીયો રુકમોદીન મલેક રહે. બોરસદ મલેકવાડા,સફીમહમંદ હુસેનમીયા સૈયદ રહે. રાજાેફળી ઠક્કરના દવાખાના પાસે બોરસદ, મોહસીનબેગ યુસુફબેગ મીરઝા રહે. તાઈવાડા ફતેપુર બોરસદ, શનાઉલ્લાખાન ઉર્ફે કાજરો એમનખાન પઠાણ રહે. રાજાેફળી કોળીવાડ બોરસદ સહિત છ જણાને રંગેહાથ ઝડપી પાડી તેઓની પાસેથી જુગાર રમવાના પાનાપત્તા અને ૧૯૦૮૦ રુા.ની રોકડ રકમ કબ્જે કરી બોરસદ ટાઉન પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button