આણંદ

કોરોનાકાળમાં મેડીકલવેસ્ટ અને ફાયર સેફટીના નિયમોના ઉલ્લંઘન બાબતે આણંદ નગરપાલિકા પ્રમુખ લાલઘુમ, નોટીસો ફટકારી

આણંદ,તા.૧૫
આણંદ કોરોના મહામારી ને લઈ જનજીવન જાણે અટકી પડ્યું છે.આ વિકટ સમયમાંથી બહાર નીકળવા જનતા બેબાકળી બની છે.વળી રાજ્યમાં બનેલ હૉસ્પિટલોમા બને આગજનીની ઘટનાઓએ તંત્રની બેદરકારી ખુલ્લી કરી હતી.આજે પણ ફાયરસેફટી વિના અનેક હોસ્પિટલો ધમધમે છે.આ પરિસ્થિતિમાં આણંદ ની સ્થિતિ જાેઈએ તો હોસ્પિટલો અને ડોકટર્સ ફાયરસેફટી અને મેડિકલ વેસ્ટને જયાં ત્યાં ફેંકાતું હોવાની બેજવાદારી જનઆરોગ્ય અને જનહિત ને નુકશાનકારક બની રહી છે.આ તબક્કે પાલિકા પ્રમુખ એક્શનમાં આવ્યા છે.આણંદ ની હોસ્પિટલો ને મેડિકલ વેસ્ટ બાબતે નોટિસ આપી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
મિલ્ક સીટી આણંદ મેડિકલ હબ બની વિસ્તરી અને વિકસી રહયુ છે.અહીં અદ્યતન સારવાર માટે રાજ્યભરમાંથી દર્દીઓ આવવા લાગ્યા છે. નવી હોસ્પિટલોની ભરમાર અને દર્દીઓનો ઉભરાવો વધી રહ્યો છે ત્યારે હોસ્પિટલ્સ અને ડોકટર્સ આંધળી કમાણીની લ્હાયમાં જાહેર જવાબદારીઓ પ્રત્યે બેધ્યાન અને બે જવાબદાર બન્યા છે.
આણંદ માં અનેક હોસ્પિટલમાં ફાયરસેફટીનો અભાવ છે.વળી જ્યાં ફાયરસેફટીની સગવડ છે ત્યાં તેનો ઉપયોગ કરી શકે તેવો તાલિમબધ્ધ સ્ટાફ નથી.ઘણી હોસ્પિટલમાં ફાયરસેફટી ના સાધનોનું આયુષ્ય પણ પૂર્ણ થઈ ગયેલું હોય છે.જાેકે આણંદ ફાયરવિભાગ આ અંગે સતર્કતા રાખી વારંવાર હોસ્પિટલોને અને નગરપાલિકા ને જાણ કરતું રહે છે.છતાં હોસ્પિટલો સત્તધીશોની લાલશાહી નીચે બેરોકટોક ફાયરસેફટી ના કાયદાનું ઉલ્લંઘન કરી કોઈ જ નોટિસો ને ગાંઠતા નથી.
આ ઉપરાંત મેડિકલ વેસ્ટને જ્યાં ત્યાં જાહેર માર્ગો ઉપર ફેંકી બેજવાબદાર હોસ્પિટલ અને ડોકટર્સ જાહેર આરોગ્યને નુકશાન પહોંચાડી રહ્યા છે.છેલ્લા બે મહિના માં નગરપાલિકા તંત્રએ ઘણી વખત આ બાબતે જવાબદાર હોસ્પિટલો ના કાન આમળ્યા છે પરંતુ હજુ આ પરિસ્થિતિમાં કોઈ જ સુધારો જણાતો નથી.
કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ડોકટર્સ ની ઉપયોગીતા અને જરૂરિયાત ને લઈ વારંવારની સમજાવટ છતાં પરિસ્થિતિમાં વધુ બગાડ થતો હોઈ અને કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય પાલિકા પ્રમુખ આકરા પાણીએ આવ્યા છે.પાલિકા પ્રમુખે હોસ્પિટલોને ફાયરસેફટી અને મેડીકલ વેસ્ટના કાયદાનું પાલન કરવા જણાવ્યું છે તેમજ જાે તેમ કરવામાં કસૂર કરશે તો કાયદકીય કાર્યવાહીની ચેતવણી પણ ઉચ્ચારી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button