નવી દિલ્હી

તૌકતે વાવાઝોડાની અસર,વાતાવરણના પલટોઃ વૈશાખ માસ અષાઢી માહોલ

૨૧ જીલ્લાના ૮૪ તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ: ૬ તાલુકામાં ૧- ઇંચ જેટલો વરસાદ

 

અમદાવાદ,તા.૧૭
તૌકતે વાવાઝોડુ જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. વૈશાખ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૧ જિલ્લાના ૮૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન અત્યંત ઉકળાટ વચ્ચે ભારે પવન અને વરસાદના ઝાપટા ના પરિણામે તાપમાન બેટી પાંચ ડિગ્રી સુધી નીચે જાેવા મળ્યું છે.તૌકતે વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં ૨૧ જિલ્લાના ૮૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ૬ તાલુકામાં ૧ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે.
ગુજરાત ના અમદાવાદ, વલસાડ, મોરબી, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરેંદ્રનગર, નવસારી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અને ત્યારબાદ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે આખો દિવસ આકરો બફારો અનુભવતાં પરસેવે રેબઝેબ થયા હતા ત્યારે ઢળતી સાંજે ઝંઝાવાતી પવનો અને ધૂળની ડમરીઓ આકાશમાં ઉડી અને ઠંડા પવન સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યુ છે કે, વાવાઝોડાની અસર ને પરિણામે રાજયમા વરસાદી માહૌલનુ સર્જાયો છે અને રાજયમાં તા ૧૬-૫-૨૧ ના સવારના ૬.૦૦ કલાકથી ૧૭-૫-૨૧ ના સવારના ૬.૦૦ કલાક સુધીમાં ૨૧ જીલ્લાના ૮૪ તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાયો છે. તે પૈકી ૬ તાલુકામાં ૧- ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે.
વાવાઝોડા થી સંભવિત નુકસાન ને પહોંચી વળવા માટે રાજય સરકારે ૨૪૦ વન વિભાગની ૨૪૨ માર્ગ અને મકાન વિભાગની ટીમો તૈનાત કરી દેવાઈ છે. જે રસ્તાઓ સહિત અન્ય ઝાડ પડવાથી બ્લોક થયેલા રસ્તાઓને પૂર્વવત કરવાની કામગીરી કરી રહી છે.
અસરગ્રસ્ત જિલ્લાઓમા ભારે પવન કે અન્ય? કારણોસર વીજ પૂરવઠો ખોરવાય તો તેને પૂર્વવત કરવા માટે ૬૬૧ ટીમો ઉર્જા વિભાગ દ્વારા તૈનાત છે. જે ચોવીસ કલાક કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમા પાવર બ્રેકઅપ્ના ૭૫૦ જેટલા પ્રશ્નો આવ્યા હતા એ પૈકી ૪૦૦થી વધુ પ્રશ્નોનુ નિરાકરણ કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે.
એ જ રીતે નાગરિકોને આરોગ્ય લક્ષી સારવાર પૂરી પાડવાના હેતુસર આ વિસ્તારો માટે ૩૮૮ આરોગ્ય વિભાગની ટીમો તથા અન્ય સંકલનની કામગરી માટે ૩૧૯ મહેસુલી અધિકારીઓની ટીમો ત્વરીત પગલાં ભરવા માટે તૈનાત કરવામાં આવી છે.
૧૭ મેના રોજ ગુજરાતનાં દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના છે. ૧૭ મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ૧૭ અને ૧૮ મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, મા તંત્રને સાબદુ કરવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button