આણંદ

આણંદ નગરપાલિકા દ્વારા જનજીવન રાબેતા મુજબ થાય તે માટે યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યું

આણંદ, તા. ૧૯
આણંદ નગરપાલિકા દ્વારા તૌકતે વાવાઝોડા સંદર્ભેથી થયેલ વાવાઝોડા અને વરસાદી આફતને કારણે થયેલ નુકસાન બાબતે નગરપાલિકા પ્રમુખ રુપલબેન વનીષકુમાર પટેલ અને સ્ટાફ સહિત વિવિધ વિસ્તારોમાં જાતે નીરિક્ષણ કરવામાં આવ્યું હતું.
ગત રોજ તૌકતે વાવાઝોડાને કારણે આણંદ શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. ઝાડ પડવાની તથા મિલ્કતને નુકસાન પહોંચવાના બનાવો બન્યા હતા. જેના કારણે જનજીવન રાબેતા મુજબ શરુ થાય તે સંદર્ભે નગરપાલિકા પ્રમુખ અને સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે નીરિક્ષણ કરવામાં આવ્યું હતું અને કામગીરી શરુ કરવામાં આવી હતી.
તદઉપરાંત વહેલામાં વહેલી તકે જનજીવન રાબેતા મુજબ થાય તે હેતુસર વિવિધ વિભાગોને સુચના આપવામાં આવી હતી.
તદઉપરાંત સાંસદ મિતેષભાઈ પટેલ તેમજ પાલિકાના ઉપપ્રમુખ છાયાબા ઝાલા દ્વારા પણ અમુલ ડેરી રોડ પર ભુવા પડેલ સ્થળોએ માટી પુરાણની કામગીરી પુરજાેશમાં કરાવી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button