આણંદ
વિદ્યાનગર-કરમસદના અનેક વિસ્તારોમાં હજુય વીજળી ડુલ

આણંદ,તા.૧૯
ગત રોજ વાવાઝોડાના પગલે વિદ્યાનગર અને કરમસદમાં સંખ્યાબંધ વૃક્ષો ઘરાશયી થયા છે. જેને કારણે આજે સાંજ સુધી વિજળી ગુલ રહેવાની શકયતા રહેલી છે. વિદ્યાનગરમાં વર્ષો જૂના વૃક્ષો તૌકેતની સામે ટકી શકયા નહી અને શાસ્ત્રી મેદાન કરમસદ રોડ,મોટાબજાર સહિતના વિસ્તારમાં વૃક્ષો ઇલેકટ્રીક પોલ ઉપર પડતાં નુકશાન થયુ હતું. અને આ પોલ તુટી પડતાં સાંજ સુધી વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ થવામાં સમય લાગશે.
વિદ્યાનગર અને કરમસદના મુખ્યત્વે વિસ્તારોમાં વીજ પુરવઠો ન મળતાં ભારે હાલાકી વેઠવી પડી છે. ઘણા વિસ્તારોમાં તો જયાં બોરનું પાણી વપરાશમાં લેવાતુ હોય ત્યાં પીવાના પાણીની મોટી સમસ્યા ઉભી થઇ છે. આમ તૌકતે વાવાઝોડાએ આણંદ વિદ્યાનગરના કેટલાક વિસ્તારોને પણ પ્રભાવિત કરી દીધા છે.
Advertisement
Advertisement